દુઃખની વાત છે કે યશસ્વીને પ્લેયર ઓફ ધ મૅચનો ઍવોર્ડ ન મળ્યો : પૂર્વ સ્ટાર ક્રિકેટરનું નિવેદન

યશસ્વી જયસ્વાલે રાજકોટ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરતા 214 રન બનાવ્યા હતા

વિશાખાપટ્ટનમમાં રમાયેલી ટેસ્ટ મેચમાં જયસ્વાલે 209 રન બનાવ્યા હતા

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
દુઃખની વાત છે કે યશસ્વીને પ્લેયર ઓફ ધ મૅચનો ઍવોર્ડ ન મળ્યો : પૂર્વ સ્ટાર ક્રિકેટરનું નિવેદન 1 - image
Image:Twitter

Yashasvi Jaiswal : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે ભારતની બીજી ઇનિંગમાં તેના ટેસ્ટ કરિયરની બીજી બેવડી સદી ફટકારી હતી. જયસ્વાલે 214 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જયસ્વાલે 236 બોલમાં 214 રન બનાવ્યા જેમાં 14 ચોગ્ગા અને 12 છગ્ગા સામેલ હતા. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે જયસ્વાલને તેની શાનદાર બેવડી સદી માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવશે પરંતુ એવું થયું નહીં, જેથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પૂર્વ ભારતીય ઓપનર સંજય માંજરેકરે યશસ્વીને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ન મળતા દુખ વ્યક્ત કર્યું હતું.

સંજય માંજરેકરે જયસ્વાલની કરી પ્રશંસા

ત્રીજી ટેસ્ટમાં ભારતની જીત બાદ સંજય માંજરેકરે જયસ્વાલની ટેસ્ટમાં વિશેષ પ્રતિભાની પ્રશંસા કરી હતી. માંજરેકરે કહ્યું, “યશસ્વી જયસ્વાલ પાસે એક વિશેષ પ્રતિભા છે કે તે નવા બોલ સામે સારી ટેકનિક સાથે 50 બોલ સુધી ડિફેન્સીવ રીતે રમી શકે છે અને પછી તરત જ T20 મોડમાં આવી શકે છે. તેણે ફટકારેલા 12 છગ્ગા ખૂબ જ આધુનિક હતા કારણ કે તેઓ સ્ટેન્ડમાં જતા હતા. તે માત્ર એક જ શ્રેણીના શોટ રમે છે તેવું પણ નથી, તે કેટલાક એવા શાનદાર શોટ રમે છે જેને જોઇને આનંદ આવી જાય છે. તે ખરેખર દુઃખની વાત છે કે બે બેવડી સદી ફટકારવા છતાં તે પ્લેયર ઓફ ધ મેચ ન બની શક્યો.” 

રવિન્દ્ર જાડેજાને આપવામાં આવ્યો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ

યશસ્વી જયસ્વાલે વિશાખાપટ્ટનમમાં રમાયેલી ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી હતી. તેણે બીજી ટેસ્ટ મેચમાં 209 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ તે મેચમાં જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. જયારે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ પણ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ ન મળ્યો હતો. ત્રીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

દુઃખની વાત છે કે યશસ્વીને પ્લેયર ઓફ ધ મૅચનો ઍવોર્ડ ન મળ્યો : પૂર્વ સ્ટાર ક્રિકેટરનું નિવેદન 2 - image


Google NewsGoogle News