IPL 2025: રિકી પોન્ટિંગ હેડ કોચ બનતા જ પંજાબ કિંગ્સમાંથી બે દિગ્ગજોની હકાલપટ્ટી
IPL 2025, Punjab Kings : આગમી IPL 2025ના મેગા ઓક્શન પહેલા પંજાબ કિંગ્સે પોતાના મેનેજમેન્ટમાં ફેરફાર કરતા ક્રિકેટ ડિરેક્ટર સંજય બાંગર અને મુખ્ય કોચ ટ્રેવર બેલિસ બંનેને હટાવી દીધા છે. આ પગલું ફ્રેન્ચાઇઝીએ ગત વર્ષની નિરાશાજનક સીઝન પછી સુધારા રૂપે ફરીથી મેનેજમેન્ટ અને ટીમને રીસેટ કરવાના ભાગ રૂપે ભર્યું છે. સંજય બાંગરને ડિસેમ્બર 2023માં પંજાબ કિંગ્સના ક્રિકેટ ડિરેક્ટર તરીકે ફ્રેન્ચાઇઝીમાં સામેલ કરવામાં આવ્યા હતા. તે જ સમયે બેલિસને અનિલ કુંબલેના સ્થાને લાવવામાં આવ્યો હતો. પરંતુ તેના નેતૃત્વમાં ટીમ 2023માં 8માં અને 2024માં 9મા ક્રમે રહી હતી.
એક અહેવાલ મુજબ, સંજય બાંગરને ડિસેમ્બર 2023માં પંજાબ કિંગ્સના ક્રિકેટ ડિરેક્ટર તરીકે ફ્રેન્ચાઇઝીમાં સામેલ કરવામાં આવ્યા હતા. બાંગર અગાઉ 2014-2016 સીઝનમાં ટીમના મુખ્ય કોચ તરીકે પંજાબ સાથ જોડાયા હતા. તે સમયગાળામાં ટીમ 2014 સીઝનની ફાઇનલમાં પહોંચી હતી. જો કે તેનો બીજો કાર્યકાળ પંજાબ સાથે નાનો રહ્યો હતો. કારણ કે ત્યારે ફ્રેન્ચાઇઝી નવી શરૂઆત કરવા માંગતી હતી. પંજાબ કિંગ્સના મુખ્ય કોચ ટ્રેવર બેલિસને પણ IPL 2022ને બહારનો દરવાજો દેખાડવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવાની સાથે પંજાબ કિંગ્સમાં ધરખમ સુધારા કરવાનું શરૂ થઇ ગયું છે. પોતાની આક્રમક શૈલી માટે જાણીતા પોન્ટિંગ ફ્રેન્ચાઇઝી સાથે ચાર વર્ષ(2025-2028)નો કરાર કર્યો છે.
હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં પોન્ટિંગે કહ્યું હતું કે, 'અમે પાછળ શાંત બેસીને સાધારણ સ્તરને સ્વીકારવાના નથી. લોકો આ ટીમ અને ફ્રેન્ચાઈઝી લઈને અલગ-અલગ વાત કરે છે.' અહીં તમને જણાવી દઈએ કે, છેલ્લા એક દાયકામાં પંજાબ કિંગ્સે પોતાના કોચિંગમાં સ્થિરતા લાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. સંજય બાંગર, વીરેન્દ્ર સેહવાગ, બ્રેડ હોજ, માઈક હેસન, અનિલ કુંબલે અને ટ્રેવર બેલિસે અલગ સમયે અલગ ભૂમિકાઓ ભજવી હતી. આમ છતાં ટીમ હજુ સુધી IPL ટાઈટલ જીતવામાં સફળ રહી નથી.
આઈપીએલ 2025નું મેગા ઓક્શન નજીક આવી રહ્યું છે. ત્યારે આ સિઝન પંજાબ કિંગ્સ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. પોન્ટિંગના નેતૃત્વમાં ટીમ અને મેનેજમેન્ટને ફરીથી રીસેટ કરીને ફ્રેન્ચાઇઝી IPLની ટ્રોફી જીતવા માટેના પ્રયત્ન કરી રહી છે.