તલાક બાદ સાનિયા મિર્ઝાએ શેર કરી પહેલી પોસ્ટ, ચાહકો સાનિયાને લઈને ચિંતિત
Image: Sania Mirza Instagram
નવી મુંબઇ,તા. 26 જાન્યુઆરી 2024, શુક્રવાર
દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા આ દિવસોમાં પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે.
આ સમાચારની પુષ્ટિ ત્યારે થઈ જ્યારે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે શોએબના લગ્નની તસવીરો સામે આવી. લગ્નની આ તસવીરો જોઈને બધા ચોંકી ગયા હતા.
સાનિયા મિર્ઝાએ શોએબ સાથે છૂટા થયા બાદ પોસ્ટ શેર કરી
સાનિયા મિર્ઝાના પૂર્વ પતિના ત્રીજા લગ્ન બાદ સાનિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ તસવીરો સામે આવ્યા બાદ ચાહકો સાનિયાને લઈને ચિંતિત છે. આ પોસ્ટમાં સાનિયા પોતાની જાતને અરીસામાં જોઈ રહી છે.
આ તસવીર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં માત્ર એક શબ્દ Reflect લખ્યો છે. સાનિયાએ માત્ર એક શબ્દ દ્વારા ચાહકો સમક્ષ પોતાની સ્થિતિ વ્યક્ત કરી છે. હાલમાં, તે સોશિયલ મીડિયા પર જે પણ શેર કરી રહી છે, ચાહકો તેના અસફળ લગ્ન જીવન સાથે સીધો સંબંધ બનાવી રહ્યા છે.
મહત્વનું છેકે, લગ્નના 13 વર્ષ બાદ શોએબ મલિક અને સાનિયાએ અલગ થવાનો નિર્ણય લીધો છે. શોએબના લગ્નની તસવીર સામે આવ્યા બાદ જ સાનિયાના પિતાએ પોતાના નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે સાનિયા અને શોએબ અલગ થઈ ગયા છે. સાનિયાના પિતાએ કહ્યું હતું કે સાનિયાએ પોતે જ શોએબ સામે ‘ઓપન અપ’ કર્યું હતું.
સાનિયા અને શોએબે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંનેને એક પુત્ર ઇઝાન પણ છે. જે 5 વર્ષનો છે અને તે દુબઈમાં રહે છે. તો ઈઝહાનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઇ હતી કે, શું છૂટાછેડા પછી સાનિયા તેના પુત્ર સાથે ભારત પરત ફરશે અથવા શું તે તેને ભારતીય નાગરિકતા અપાવશે? સોશિયલ મીડિયા આવા અનેક સવાલો પર લોકો ચર્ચાઓ કરી રહ્યા છે.
શોએબના ત્રીજા લગ્નની તસવીરો સામે આવ્યા બાદ ઘણા યુઝર્સે તેને જોરદાર ટ્રોલ કર્યો હતો. કેટલાક યૂઝર્સ એવા હતા જેમણે સના જાવેદની ખૂબ ટીકા પણ કરી હતી.
સાનિયાએ કર્યો આડકતરો પ્રહાર :
એક તરફ મલિકે સાનિયાનું જીવન આવી રીતે ઉજાડ્યું અને હવે BPLમાંથી તેનો કોન્ટ્રાકટ રદ્દ થવાના અહેવાલ બાદ સાનિયાએ એક દેશભક્તિની પોસ્ટ શેર કરીને જાણે મલિકને ટોણો માર્યો હોય તેમ લખ્યું છે ‘હંમેશા દેશ તરફથી પ્રતિનિધિત્વ કરવું ગૌરવભર્યું હોય છે.’
સોશિયલ મીડિયા યુઝર્સ સાનિયાની આ પોસ્ટને મલિકના BPL કોન્ટ્રાકટ રદ્દ થવા સાથે જોડી રહી છે કે દેશ માટે રમવું અને દેશનું પ્રતિનિધિત્વ કરવું ગૌરવભર્યું હોય છે અને આ પ્રકારે મેચ ફિક્સિંગના કથિત આરોપોને કારણે ફ્રેન્ચાઈઝી દ્વારા કોન્ટ્રાકટ રદ્દ થવો દેશની આબરૂના ધજાગરા પણ છે.