શું મોહમ્મદ શમી સાથે લગ્ન કરશે સાનિયા મિર્ઝા? પિતા ઈમરાને સ્પષ્ટતા કરતાં અટકળોનો અંત
Image Twitter |
Sania Mirza Marrying Indian Cricketer Mohammed Shami? : હાલમાં સોશિયલ મીડિયા પર પૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના લગ્ન થવાના છે, તેવી અફવાઓનું બજાર ગરમ છે. સોશિયલ મીડિયા પર બંને ટ્રેન્ડ કરી રહ્યાં છે. જેના કારણે ચાહકો વિવિધ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે, કે શું ખરેખર બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ હવે સાનિયા મિર્ઝાના પિતા ઈમરાન મિર્ઝાએ આ અફવાઓ પર પૂર્ણવિરામ મુકી આ અફવાઓની હકીકત જણાવી છે. સાનિયાના પિતાએ એક ટીવી ચેનલ પર વાત કરતાં પુષ્ટિ કરી હતી કે, સોશિયલ મીડિયા પર હાલમાં જે પણ સમાચાર ફેલાઈ રહ્યા છે, તે બિલકુલ બકવાસ છે.
થોડા દિવસ પહેલા જ સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક એકબીજાથી અલગ થઈ ગયા છે. બીજી તરફ મોહમ્મદ શમી પણ તેની પત્ની હસીન જહાંથી અલગ થઈ ગયો છે.
સાનિયા મિર્ઝા પવિત્ર હજ યાત્રા માટે રવાના
હાલમાં જ સાનિયા મિર્ઝા હજ યાત્રા માટે રવાના થઈ છે. આ અંગે સાનિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપતાં કહ્યું હતું કે, લાંબી રાહ જોયા બાદ તેને આ પવિત્ર યાત્રા પર જવાની તક મળી છે. સાનિયા મિર્ઝાએ પોતાની પવિત્ર હજ યાત્રા શરૂ કરી દીધી છે. પૂર્વ ટેનિસ સ્ટારે તેના સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેને 'પવિત્ર યાત્રા પર જવાની અમુલ્ય તક' આપવામાં આવી છે, કારણ કે તે ખૂબ જ જલ્દી સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં હશે.
મારી દરેક ભૂલો માટે હું તમારા બધા પાસેથી માફી માંગું છું: મિર્ઝા
સાનિયા મિર્ઝાએ તેના X પ્લેટફોર્મ પર એક લાંબી નોટમાં લખ્યું છે કે, "મારા પ્યારા મિત્રો, હું એક નવા અનુભવની તૈયારી કરી રહી છું. મારી દરેક ભૂલો માટે હું તમારા બધા પાસેથી માફી માંગું છું, મારુ હૃદય અત્યારે ખૂબ જ લાગણી અને કૃતજ્ઞતાથી ભરેલું છે. મને આશા છે કે, અલ્લાહ મારી પ્રાર્થના સ્વીકારશે અને માર્ગદર્શન કરશે."
હું જીવનની એક ખૂબ જ ખાસ યાત્રા પર નીકળી છું : મિર્ઝા
મિર્ઝાએ વધુ વાત કરતાં કહ્યું કે, "હું ખૂબ જ ભાગ્યશાળી છું, કૃપા કરીને મને તમારા વિચારો અને પ્રાર્થનામાં રાખો. હું જીવનની એક ખૂબ જ ખાસ યાત્રા પર નીકળી છું. મને આશા છે કે, હું સારા વ્યક્તિ તરીકે સારા હૃદય અને મજબૂત વિશ્વાસ સાથે પાછી આવીશ."