VIDEO: બુમરાહે કાંગારૂ બેટરની બોલતી બંધ કરી! બોલ્ડ કર્યા બાદ સેલિબ્રેશનથી મેદાનમાં સન્નાટો છવાયો
Sam Konstas was Bowled By Dangerous Delivery From Jasprit Bumrah: ભારત સામે ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ટેસ્ટની પહેલી ઈનિંગમાં સેમ કોન્સ્ટન્સે જસપ્રિત બુમરાહ સહિત અન્ય ભારતીય બોલરો સામે ઘણા રન બનાવ્યા હતા. હવે બુમરાહે આ 19 વર્ષના ખેલાડી સામે બદલો લઈ લીધો છે. ચોથા દિવસે ભારતની પહેલી ઈનિંગમાં 369 રનમાં સમેટાયા બાદ ઓસ્ટ્રેલિયાએ 105 રનની લીડ મેળવી હતી. જ્યારે સેમ કોન્સ્ટન્સ બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે બુમરાહે તેની પહેલી જ ઓવરમાં વિકેટ લઈ લીધી હતી.
બુમરાહની ખતરનાક બોલિંગ
મેલબોર્ન ટેસ્ટની બીજી ઈનિંગમાં જસપ્રિત બુમરાહે સેમ કોન્સ્ટાસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બુમરાહે તેની પહેલી ઓવરના ત્રીજો બોલ સારી લેન્થ પર ફેંક્યા બાદ તેને થોડો અંદરની તરફ ફેરવ્યો હતો. અહીં સેમ કોન્સ્ટાસ બોલને સંપૂર્ણપણે સમજવામાં નિષ્ફળ ગયો. પરિણામ એ આવ્યું કે બોલ તેના ડિફેન્સમાં ઘૂસી ગયો અને સીધો મિડલ સ્ટમ્પ પર અથડાયો. જે પછી તેણે નિરાશ થઈને પેવેલિયન તરફ જવું પડ્યું હતું.
બુમરાહે ખાસ રીતે ઉજવણી કરી
વિકેટ મળ્યા બાદ જસપ્રીત બુમરાહે તેની ખાસ ઉજવણી કરી હતી. ભારતીય બેટિંગ દરમિયાન યુવા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મેદાનમાં તેના ચાહકોને નારા લગાવવા માટે ઉશ્કેરતો જોવા મળ્યો હતો. વિકેટ મળ્યા બાદ બુમરાહે પણ આવું જ કર્યું હતું. તેણે હાથ ઉંચા કરીને અને સૂત્રોચ્ચાર કરીને ઓસ્ટ્રેલિયન ચાહકો તરફ ઈશારો કર્યો. જેનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.