Get The App

VIDEO : કોન્સ્ટાસની હવે બુમરાહ સાથે બબાલ! ટીમ ઈન્ડિયાના કેપ્ટને આપ્યો જડબાતોડ જવાબ

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News

Jasprit Bumrah

Sam Konstas Clashed With Jasprit Bumrah: આજે ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પહેલા દિવસે 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ સારી રહી ન હતી. છેલ્લી ઓવરમાં જસપ્રિત બુમરાહ અને સેમ કોન્સ્ટેન્ટ્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેનો જવાબ ભારતીય કેપ્ટને ઉસ્માન ખ્વાજાની વિકેટ લઈને આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ દિવસની રમતના અંતે 1 વિકેટના નુકસાને 9 રન બનાવી લીધા હતા. ભારત પાસે હજુ પણ 176 રનની લીડ છે.

જસપ્રિત બુમરાહ અને સેમ કોન્સ્ટાસ વચ્ચે થઈ બબાલ 

જસપ્રિત બુમરાહ અને સેમ કોન્સ્ટાસ વચ્ચે બબાલની ઘટના ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં બની હતી. ઉસ્માન ખ્વાજા ચોથા બોલ પછી તૈયારીમાં ઘણો સમય લઈ રહ્યો હતો અને દિવસની રમત સમાપ્ત થવામાં ઘણો ઓછો સમય બાકી હતો અને ભારત વધુ એક ઓવર નાખવા માંગતું હતું, પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટર્સ આ ઓવર સાથે દિવસની રમત સમાપ્ત કરવા માંગતા હતા.

જ્યારે જસપ્રિત બુમરાહે ઉસ્માન ખ્વાજાને બોલ રમવા માટે જલ્દી તૈયાર થવા કહ્યું ત્યારે નોન-સ્ટ્રાઈકર છેડે ઊભેલા સેમ કોન્સ્ટાસે તેની સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. જેમાં અમ્પાયરે વચ્ચે પડીને મામલો શાંત કરવો પડ્યો હતો. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

આવી રહી હતી આજની મેચ 

આજની મેચ દરમિયાન ભારત તરફથી રિષભ પંતે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે 4, મિચેલ સ્ટાર્કે 3 અને પેટ કમિન્સે 2 વિકેટ ઝડપી હતી. ભારતીય ઇનિંગ્સ દરમિયાન વોશિંગ્ટન સુંદરની વિકેટને લઈને પણ હંગામો થયો હતો.

VIDEO : કોન્સ્ટાસની હવે બુમરાહ સાથે બબાલ! ટીમ ઈન્ડિયાના કેપ્ટને આપ્યો જડબાતોડ જવાબ 2 - image


Google NewsGoogle News