સેમ કરન રૂ. 18.50 કરોડ સાથે IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર
- આઇપીએલની હરાજીમાં રેકોર્ડ બ્રેક : ગ્રીનને રૂ. 17.50 કરોડ અને સ્ટોક્સને 16.25 કરોડ મળશે
- ક્રિસ મોરિસ માટે 2021માં બોલાયેલી રૂ. 16.25 કરોડની બોલીનો રેકોર્ડ તુટયો : ભારતના સ્ટાર ખેલાડીઓ કરતાં પણ વિદેશીઓ જંગી રકમ મેળવશે
- મયંક અગ્રવાલ રૂપિયા 8.25 કરોડ સાથે હરાજીનો સૌથી મોંઘો ભારતીય ક્રિકેટર બન્યો હતો : ગુજરાત ટાઈટન્સે રૂ 6 કરોડમાં શિવમ માવીને ટીમમાં સમાવ્યો
- હરાજીમાં કુલ 80 ખેલાડીઓને 10 ફ્રેન્ચાઇઝીએ રૂ.167 કરોડમાં ખરીદ્યા
કોચી : આઇપીએલની હરાજીમાં પંજાબ કિંગ્સે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સેમ કરનને ખરીદવા માટે ૧૮.૫૦ કરોડની ઊંચી બોલી લગાવતા ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે સેમ કરન આઇપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. અગાઉ ૨૦૨૧માં રાજસ્થાન રોયલ્સે સાઉથ આફ્રિકાના ક્રિસ મોરીસ માટે ૧૬.૨૫ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી, જે અત્યાર સુધીના આઇપીએલના ઈતિહાસનો સૌથી એક્સપેન્સીવ ખેલાડી હતો.
જોકે, આઇપીએલની હરાજીમાં આ રેકોર્ડ બેવાર તૂટયો હતો અને ત્રીજીવાર તેની બરોબરી થઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેમેરોન ગ્રીનને મુંબઈએ રૂપિયા ૧૭.૫૦ કરોડમાં અને ઈંગ્લેન્ડના સ્ટોક્સને ચેન્નાઈએ રૂપિયા ૧૬.૨૫ કરોડમાં પોતાની ટીમમાં સામેલ કરી લીધા હતા. હરાજીમાં કુલ ૮૦ ખેલાડીઓને ૧૦ ફ્રેન્ચાઇઝીએ રૂ.૧૬૭ કરોડમાં ખરીદ્યા હતા.
આગામી આઇપીએલ સિઝન અગાઉની હરાજીમાં વિદેશી ખેલાડીઓએ ભારતના સ્ટાર ખેલાડીઓ કરતાં પણ વધુ રકમ મેળવી હતી.
આઇપીએલ-૨૦૨૨માં ભારતીય ખેલાડીઓની સર્વોચ્ચ રિટેનર ફી રૂપિયા ૧૬ કરોડ હતી, જે કે.એલ. રાહુલ, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને રિષભ પંતને આપવામાં આવી હતી. જ્યારે હાર્દિક પંડયા અને કોહલી જેવા ખેલાડીઓને ફ્રેન્ચાઈઝીઓ ૧૫-૧૫ કરોડ રૂપિયા ચૂકવે છે. જોકે આઇપીએલની આ હરાજીમાં ચાર ખેલાડી એવા હતા કે, જેમના માટે ૧૬ કે વધુ કરોડ રૂપિયાની બોલી લાગી હતી.
વિન્ડિઝિના નિકોલસ પૂરણ માટે લખનઉ સુપરજાયન્ટ્સે રૂપિયા ૧૬.૦૦ કરોડની બોલી લગાવી હતી.
જ્યારે ઈંગ્લેન્ડના યુવા બેટ્સમેન હેરી બૂ્રકને હૈદરાબાદે ૧૩.૨૫ કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
આઇપીએલની હરાજી-2022ના ટોપ ફાઈવ
ખેલાડી |
દેશ |
ટીમ |
કિંમત |
સેમ કરન |
ઈંગ્લેન્ડ |
પંજાબ |
૧૮.૫૦ કરોડ રૂ. |
કેમેરોન ગ્રીન |
ઓસ્ટ્રેલિયા |
મુંબઈ |
૧૭.૫૦ કરોડ રૂ. |
બૅન સ્ટોક્સ |
ઈંગ્લેન્ડ |
ચેન્નાઈ |
૧૬.૨૫ કરોડ રૂ. |
નિકોલસ પૂરણ |
વિન્ડિઝ |
લખનઉ |
૧૬.૦૦ કરોડ રૂ. |
હેરી બૂ્રક |
ઈંગ્લેન્ડ |
હૈદરાબાદ |
૧૩.૨૫ કરોડ રૂ. |