આ 3 ખેલાડીઓની માઠી દશા બેઠી હવે પ્લેઈંગ-11માં તો દૂર, ટીમમાં પણ સ્થાન નથી મળતું

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
આ 3 ખેલાડીઓની માઠી દશા બેઠી હવે પ્લેઈંગ-11માં તો દૂર, ટીમમાં પણ સ્થાન નથી મળતું 1 - image


India vs Zimbabwe T20 Series: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર પાંચ T20 મેચોની સિરીઝ રમી રહી છે. સિરીઝની પ્રથમ બે મેચ રમાઈ ચૂકી છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમને 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી અને 100 રનથી જીત હાંસલ કરી હતી. ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની કમાન શુભમન ગિલના હાથમાં છે. IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારા ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં ચાન્સ મળ્યો છે. 

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ 3 ખેલાડીઓની થઈ વાપસી

સિલેક્ટર્સે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન T20 વર્લ્ડ કપની વચ્ચે જ કરી દીધુ હતું. T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહેલા યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને શિવમ દુબેની પણ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી. આ કારણોસર BCCIએ સ્કવોડમાં ફેરફાર કરવા પડ્યા હતા. ત્યારબાદ BCCIએ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ બે T20 મેચ માટે સાઈ સુદર્શન, હર્ષિત રાણા અને જીતેશ શર્માની ટીમમાં એન્ટ્રી કરાવી હતી.

આ ખેલાડીઓની બેસી માઠી દશા

હવે સિરીઝની પ્રથમ બે મેચ રમાઈ ચૂકી છે. તેમાંથી માત્ર સાઈ સુદર્શનને જ રમવાની તક મળી હતી. જ્યારે હર્ષિત રાણા અને જીતેશ શર્મા બેન્ચ પર બેઠા રહ્યા હતા. હવે સૌથી મોટી સમસ્યા એ છે કે યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને શિવમ દુબે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારતીય સક્વોડ સાથે જોડાઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં સાઈ સુદર્શન, હર્ષિત અને જીતેશની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન બનાવવાનું તો દૂર પરંતુ ટીમમાંથી બહાર થવાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. જોકે, હજુ સુધી BCCIએ આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. જો આ ત્રણ ખેલાડીઓ ટીમમાં રહેશે તો BCCIએ નવી ટીમ જાહેર કરવી પડશે. બીજી તરફ BCCI આ 3 ખેલાડીઓને ટીમમાંથી બહાર કરીને ટીમ સાથે જોડાઈ રહેવાનો આદેશ આપી શકે છે. હવે શું નક્કી થશે તે તો આવનાર સમય જ બતાવશે. 

ઝિમ્બાબ્વે સામે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા:

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિવમ દુબે, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.

ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે પ્રથમ અને બીજી T20 માટે ટીમ ઈન્ડિયા:

શુભમન ગિલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન, જીતેશ શર્મા (વિકેટકીપર) કીપર), હર્ષિત રાણા.


Google NewsGoogle News