ટીમ ઈન્ડિયામાંથી બહાર થયેલા ગુજરાત ટાઈટન્સના ખેલાડીએ ઈંગ્લેન્ડમાં ફટકારી સદી, હાર્દિકનું સ્થાન જોખમમાં

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયેલા ગુજરાત ટાઈટન્સના ખેલાડીએ ઈંગ્લેન્ડમાં ફટકારી સદી, હાર્દિકનું સ્થાન જોખમમાં 1 - image


Image Source: X

Sai Sudarshan Hits Century: ભારતીય યુવા સ્ટાર સાઈ સુદર્શને ઈંગ્લેન્ડમાં સદી ફટકારીને ખલબલી મચાવી દીધી છે. પોતાની પહેલી જ સિઝનમાં સર્રે તરફથી રમવા ઉતરેલા 22 વર્ષીય યુવા ખેલાડીએ છગ્ગા સાથે સદી ફટકારી છે. નોટિંઘમશર સામે રમાયેલી ઈનિંગ બાદ લોકો તેને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝમાં પસંદ કરવામાં આવનારી ટીમ માટે દાવેદાર તરીકે જોઈ રહ્યા છે. ત્યારે હવે સાઈ સુદર્શનનું ફોર્મ જોતા હાર્દિક પંડ્યાનું સ્થાન જોખમમાં નજર આવી રહ્યું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સ સામે કમાલનું પ્રદર્શન કરનાર સાઈની ઈનિંગના દમ પર સર્રેએ પ્રથમ ઈનિંગમાં 525 રન બનાવી નાખ્યા હતા. 

ભારત અને બાંગ્લાદેશ સામે રમાનારી ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ખેલાડી પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. તમામ સિલેક્ટર્સને પ્રભાવિત કરવા માટે ભારતની ઘરેલું ટૂર્નામેન્ટમાં રમી રહ્યા છે. સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર અને ઈશાન કિશન જેવા અનુભવી ખેલાડીઓ બુચી બાબૂ ટૂર્નામેન્ટમાં ઉતર્યા છે તો બીજી તરફ યુવા ખેલાડી સાઈ સુદર્શનએ કાઉન્ટી ક્રિકેટની રાહ અપનાવી છે. ઈંગ્લેન્ડમાં છઠ્ઠા નંબર પર ઉતરીને નોટિંઘમશર સામે આ બેટરે દમદાર ઈનિંગ રમી હતી. 

સાઈ સુદર્શનની સદી

ભારતનો ઉભરી રહેલો સ્ટાર બેટર સાઈ સુદર્શને કાઉન્ટી ક્રિકેટમાં ધમાકેદાર બેટિંગ કરતા દમદાર સદી ફટકારી છે. 178 બોલનો સામનો કરતા આ યુવા ખેલાડીએ 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 105 રનની ઈનિંગ રમી. ઈનિંગનો માત્ર એક છગ્ગો તેને સદી સુધી પહોંચાડવા માટે લગાવ્યો. 237 મિનિટ સુધી મેદાન પર સમય વિતાવીને આ બેટરે ભારતની આગામી બાંગ્લાદેશ ટેસ્ટ સીરીઝ માટે દાવેદારી ઠોકી છે. 

ભારત માટે કરી ચૂક્યો છે ડેબ્યૂ

સાઈ સુદર્શને ભારત માટે અત્યાર સુધી 3 વન ડે અને 1 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ડિસેમ્બર 2023માં સાઉથ આફ્રિકા સામે આ બેટરે વન ડે ડેબ્યુ કર્યું હતું. જુલાઈ 2024માં ઝિમ્બાબ્વે સામે તેને T20 ડેબ્યુ કરવાની તક મળી હતી. પોતાની પહેલી બંને જ વન ડેમાં સાઈ સુદર્શને ફીફ્ટી ફટકારી હતી. પ્રથમ મેચમાં અણનમ 55 રન બનાવ્યા જ્યારે બીજી મેચમાં 62 રનની ઈનિંગ રમી હતી. શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં સાઈને સ્થાન નહોતું મળ્યું. 


Google NewsGoogle News