Get The App

6,6,6,6,6,6...ભારતીય મૂળના ખેલાડીની તોફાની બેટિંગ, 20 બોલમાં 78 રન ફટકારી ટીમને જીત અપાવી

Updated: May 17th, 2024


Google News
Google News
6,6,6,6,6,6...ભારતીય મૂળના ખેલાડીની તોફાની બેટિંગ, 20 બોલમાં 78 રન ફટકારી ટીમને જીત અપાવી 1 - image


ECS Estonia T10 2024: એસ્ટોનિયાની યુરોપિયન ક્રિકેટ ટી10 ટૂર્નામેન્ટમાં ભારતીય મૂળના સાહિલ ચૌહાણે બેટરે એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. જમણા હાથના બેટર સાહિલ ચૌહાણે ટોલિન યુનાઈટેડ ટીમ માટે 20 બોલમાં અણનમ 78 રન બનાવ્યા હતા અને 11 છગ્ગા ફટકાર્યા હતા.

સાહિલ ચૌહાણની શાનદાર બેટિંગ

એસ્ટોનિયામાં યુરોપિયન ક્રિકેટ ટી10 ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ટોલિન યુનાઈટેડ અને ટેલિન સ્ટેલિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ટોલિન યુનાઈટેડના ભારતીય મૂળના બેટર સાહિલ ચૌહાણે 20 બોલમાં 78 રન બનાવ્યા અને બે બોલ બાકી રહેતા તેમણે ટીમને જીત આપાવી હતી. આ દરમિયાન સાહિલ ચૌહાણે યુવરાજ સિંહ, રવિ શાસ્ત્રી, હર્ષલ ગિબ્સ અને કિરોન પોલાર્ડની બરાબરી કરી હતી. આ તમામ ખેલાડીઓએ એક ઓવરમાં છ છગ્ગા ફટકારવાની સિદ્ધિ મેળવી છે.

સાહિલ ચૌહાણે યુરોપિયન લીગની આ સિઝનમાં બે ઈનિંગ્સમાં 143 રન બનાવ્યા છે. તેમણે અત્યાર સુધીમાં 18 છગ્ગા ત્રણ ચોગ્ગા ફટકાર્યા છે. સાહિલ ચૌહાણનો સ્ટ્રાઈક રેટ પણ 317 છે. ગત સિઝનમાં તેમણે માત્ર 14ની એવરેજથી રન બનાવ્યા હતા પરંતુ આ વખતે તે કંઈક અલગ જ મૂડ સાથે મેદાનમાં ઉતર્યા છે.

સાહિલ ચૌહાણે યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો!

સાહિલ ચૌહાણે 20 બોલમાં 78 રનની અણનમ ઈનિંગ રમીને યુવરાજ સિંહનો સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ તોડ્યો છે. સાહિલ ચૌહાણે માત્ર 13 બોલમાં ફિફ્ટી ફટકારી છે. આ પહેલા યુવરાજ સિંહે ટી20 વર્લ્ડ કપ 2007માં ઓસ્ટ્રેલિયા સામે 70 રનની ઈનિંગ રમી હતી, જેમાં તેમણે 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. 70 રનની આ ઇનિંગ માટે યુવરાજ સિંહે 30 બોલનો સામનો કર્યો હતો. જો કે, સાહિલ ચૌહાણે 20 બોલમાં 78 રન બનાવીને યુવરાજ સિંહનો આ રેકોર્ડ તોડ્યો.

6,6,6,6,6,6...ભારતીય મૂળના ખેલાડીની તોફાની બેટિંગ, 20 બોલમાં 78 રન ફટકારી ટીમને જીત અપાવી 2 - image

Tags :