ભારત-કુવૈત ફુટબૉલ મેચ દરમિયાન બબાલ, ઇન્ડિયન કોચને બતાવવામાં આવ્યુ રેડ કાર્ડ
Image Source : Twitter
બેંગ્લોર,તા. 28 જૂન 2023, બુધવાર
સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપમાં ભારત અને કુવૈત વચ્ચેની આખરી લીગ મેચ 1-1થી ડ્રોમાં પરિણમી હતી. આ સાથે બંને ટીમ સેમિ ફાઈનલમાં પ્રવેશી હતી. હવે 1લી જુલાઈએ રમાનારી સેમિ ફાઈનલમાં ભારતની ટક્કર લેબનોન સામે થઈ શકે છે. જ્યારે કુવૈતને બાંગ્લાદેશ કે માલદિવ્સ સામે રમવાનું આવી શકે છે.
તો આ મેચ દરમિયાન એક ઝઘડો પણ થયો હતો. ભારતીય મુખ્ય કોચ ઇગોર સ્ટિમેકને ચેમ્પિયનશિપમાં બીજી વખત રેડ કાર્ડ મળ્યું. મુખ્ય કોચ મેચ અધિકારીઓ સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા, જેના કારણે તેમને 81મી મિનિટ સુધી રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં બીજી વખત બન્યું જ્યારે ભારતીય મુખ્ય કોચ ઇગોર સ્ટિમેકને રેડ કાર્ડ મળ્યું. આ અગાઉ પણ પાકિસ્તાન સામેની ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં, કોચ ઇગોરને પાકિસ્તાની ખેલાડીના હાથમાંથી બોલ છીનવી લીધા બાદ રેડ કાર્ડ આપીને રવાના કરવામાં આવ્યો હતો.
નેપાળ સામે રમાયેલી બીજી ગ્રુપ મેચમાં ટીમ ઈન્ડિયા મુખ્ય કોચ વિના રમી હતી. સાથે જ ટીમને સેમીફાઈનલમાં પણ મુખ્ય કોચ વિના રમવું પડશે. ભારતીય ટીમ સેમિફાઇનલમાં લેબનાનની સામે ટકરાશે.
સહાયક કોચ મહેશ ગવળીએ રેફરીની ટીકા કરી હતી
આ હંગામો જોઈને ભારતના આસિસ્ટન્ટ કોચે મેચ રેફરીને ફટકાર લગાવી હતી. મેહશ ગવળીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રેફરીંગ ખરાબ હતી. સેફના અધિકારીઓની ગુણવત્તા વિશે વિચારવું પડશે, નહીં તો સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટને નુકસાન થઈ શકે છે. અમારા કોચનો કોઈ દોષ નહોતો. રેફરી મેચ પર જ નિયંત્રણ રાખી શક્યા ન હતા.
આ પણ વાંચો: Video : ભારત-પાકિસ્તાન ફૂટબોલ મેચમાં બબાલ, કોચ સાથે ખેલાડીઓની ઝપાઝપી થઈ