Get The App

VIDEO : વર્લ્ડ કપ વચ્ચે સચિન તેંડુલકરને મોટું સન્માન! વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટરના સ્ટેચ્યૂનું અનાવરણ

વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના સ્ટેચ્યૂનું અનાવરણ

2 નવેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
VIDEO : વર્લ્ડ કપ વચ્ચે સચિન તેંડુલકરને મોટું સન્માન! વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટરના સ્ટેચ્યૂનું અનાવરણ 1 - image

ભારતની યજમાનીમાં વનડે વર્લ્ડ કપ 2023 રમાઈ રહ્યો છે. ત્યારે 2 નવેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે. આ પહેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું છે. 

સચિન તેંડુલકરના સ્ટેચ્યૂના અનાવરણનો પ્રોગ્રામ એક દિવસ પહેલા એટલે કે 1 નવેમ્બરની સાંજે કરાયું. સચિનની પ્રતિમા સ્ટેડિયમમાં સચિન તેંડુલકરના સ્ટેન્ડ પાસે સ્થાપિત કરાઈ છે. આ સ્ટેચ્યૂ તેમના જીવનના 50 વર્ષને સમર્પિત છે. જણાવી દઈએ કે, આ વર્ષે એપ્રિલમાં સચિને પોતાનો 50મો જન્મદિવસ મનાવ્યો હતો.

આ મેદાન પર પૂર્ણ થયું હતું વર્લ્ડ કપ જીતનું સપનુ

સચિને પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ એટલે કે 200મી ટેસ્ટ મેચ આ મેદાન પર જ રમી હતી. આ મેચ વેસ્ટઈન્ડિઝ સામે રમાઈ હતી, જેમાં સચિને 74 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ ઈનિંગ અને 126 રનોથી જીતી હતી. આ સ્ટેડિયમ સચિન માટે એટલા માટે પણ ખાસ છે, કારણ કે અહીં પર ભારતીય ટીમે પોતાનો બીજો વર્લ્ડ કપ ખિતાબ પણ જીત્યો હતો.


Google NewsGoogle News