મેં ઓફર ઠુકરાવી પછી ધોનીને અપાઈ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ: સચિન તેંડુલકરે યાદ કર્યો જૂનો કિસ્સો
- સચિને ધોનીની સ્થિરતા, શાંત સ્વભાવમાં રહેવાની ટેવ અને દબાણમાં સારા નિર્ણય લેવાની ક્ષમતાની પણ પ્રશંસા કરી
નવી દિલ્હી, તા. 23 માર્ચ 2024, શનિવાર
Sachin Dhoni Captaincy: વર્ષ 2007માં જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીને T-20 વર્લ્ડ કપ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો ત્યારે અનેક સવાલ ઉઠ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે, આખરે યુવરાજ અને વીરેન્દ્ર સહેવાગના રહેતા કેપ્ટનશીપ ધોનીને કેમ અપાઈ? આ મુદ્દે હવે ક્રિકેટના 'ભગવાન' સચિન તેંડુલકરે ખુલાસો કર્યો છે. સચિને જણાવ્યું કે, તેમણે જ BCCIને કહ્યું હતું કે, ધોનીને વ્હાઈટ બોલ ક્રિકેટની કેપ્ટનશીપ સોંપી દેવી જોઈએ. ત્યારબાદ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 2007 T-20 વર્લ્ડ કપમાં જીત મેળવી હતી.
મેં ઓફર ઠુકરાવી પછી ધોનીને અપાઈ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ: સચિન તેંડુલકર
સચિને જણાવ્યું કે, તત્કાલીન BCCI અધ્યક્ષ શરદ પવારે તેમને ટીમની કેપ્ટનશીપ કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ સચિને શરદ પવારને પોતાની ફિટનેસનો હવાલો આપ્યો હતો. સચિને જણાવ્યું કે તે ફિટનેસની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. આવી સ્થિતિમાં કેપ્ટનશીપ કરતા ટીમ પર સારી અસર ન પડે. એટલા માટે મેં કેપ્ટનશીપનો ઈનકાર કરી દીધો હતો. સચિને વધુમાં જણાવ્યું કે, આ દરમિયાન જ મેં શરદ પવારને કહ્યું હતું કે કેપ્ટનશીપ માટે ધોની સારો વિકલ્પ બની શકે છે. સચિને તેની પાછળના કારણો પણ જણાવ્યા. આ વાતચીત દરમિયાન સચિન તેંડુલકર સાથે વીરેન્દ્ર સેહવાગ અને આકાશ ચોપરા પણ હાજર હતા.
RCBને હરાવીને CSKની દમદાર શરૂઆત
સચિને કહ્યું કે જ્યારે હું સ્લિપમાં ફિલ્ડિંગ કરતો હતો ત્યારે હું વિકેટ કીપિંગ કરી રહેલા ધોની સાથે વાતચીત થતી રહેતી હતી. મેચની સ્થિતિ અંગે હું તેને પૂછતો કે આ મોમેન્ટ પર તમે શું કરે? ધોનીના જવાબો સંપૂર્ણપણે બેલેન્સ રહેતા હતા. સચિને જણાવ્યું કે, ધોનીની ગેમ પ્રત્યેની અવેરનેસ કમાલની છે. આ દરમિયાન સચિને ધોનીની સ્થિરતા, શાંત સ્વભાવમાં રહેવાની ટેવ અને દબાણમાં સારા નિર્ણય લેવાની ક્ષમતાની પણ પ્રશંસા કરી હતી. ધોનીએ નવી IPL 2024ની શરૂઆત પહેલા જ કેપ્ટનશીપમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને ઋતુરાજ ગાયકવાડ ટીમની કમાન સંભાળી રહ્યા છે. CSKએ પ્રથમ મેચમાં RCBને હરાવીને દમદાર શરૂઆત કરી છે.