'મારે 49થી 50 વર્ષનું થવામાં 365 દિવસ લાગ્યા...', કોહલીએ 49મી સદી ફટાકરતા જ સચિન તેંડુલકરની આવી પ્રતિક્રિયા
વિરાટે 49મી સદી ફટકારીને સચિન તેંડુલકરની બરાબરી કરી
કોહલીએ પોતાના બર્થડે પર ફેન્સને શાનદાર ગિફ્ટ આપી
ભારતની યજમાનીમાં રમાઈ રહેલા વનડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ જબરદસ્ત ફોર્મમાં છે. ટીમે શરૂઆતની 7 મેચ જીતીને સેમીફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ટીમ પોતાની 8મી મેચ સાઉથ આફ્રિકા સામે રવિવાર (5 નવેમ્બર)એ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમી રહી છે. જેમાં વિરાટે 49મી સદી ફટકારીને સચિન તેંડુલકરની બરાબરી કરી છે.
આ દિવસે વિરાટ કોહલીએ પોતાનો 35મો જન્મદિવસ પણ મનાવ્યો. કોહલીએ પોતાના બર્થડે પર ફેન્સને શાનદાર ગિફ્ટ આપી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. સાઉથ આફ્રિકા સામે પણ તેમણે પોતાનું ફોર્મ યથાવત્ રાખ્યું અને પોતાના કરિયરની 49મી સદી ફટકારી ઈતિહાસ રચી દીધો. કોહલીએ 199 બોલમાં સદી બનાવી.
જલ્દીથી મારો રેકોર્ડ તોડો : સચિન
વનડે ક્રિકેટની 49 સદી ફટકારીને વિરાટે સચિનની બરાબરી કરી છે. ત્યારે સચિને શુભકામના પાઠવતા કહ્યું કે, વિરાટ સારું રમ્યો... મને આ વર્ષની શરૂઆતમાં 49થી 50 વર્ષનું થવામાં 365 દિવસ લાગ્યા. મને આશા છે કે, તમે 49થી 50 પર જાઓ અને જલ્દીથી મારો રેકોર્ડ તોડો.
Well played Virat.
— Sachin Tendulkar (@sachin_rt) November 5, 2023
It took me 365 days to go from 49 to 50 earlier this year. I hope you go from 49 to 50 and break my record in the next few days.
Congratulations!!#INDvSA pic.twitter.com/PVe4iXfGFk
કોહલીએ સચિનના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી
કોહલીએ વનડેમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે સચિન (49 સદી)ના ઐતિહાસિક રેકોર્ડની બરાબરી કરી લીધી છે. કોહલીએ પોતાના આ સદી કરિયરની 277મી વનડે ઈનિંગમાં ફટકારી છે. જ્યારે સચિને 451 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.
𝗛𝗨𝗡𝗗𝗥𝗘𝗗 in Kolkata for the Birthday Boy! 🎂🥳
— BCCI (@BCCI) November 5, 2023
From scoring his Maiden century in Kolkata to scoring his 4⃣9⃣th ODI Ton 👑💯#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSA pic.twitter.com/pA28TGI4uv
વનડેમાં સૌથી વધુ સદી ફટકારનારા પ્લેયર
- સચિન તેંડુલકર - 451 ઈનિંગ - 49 સદી
- વિરાટ કોહલી - 277 ઈનિંગ - 49 સદી
- રોહિત શર્મા - 251 ઈનિંગ - 31 સદી
- રિકી પોન્ટિંગ - 365 ઈનિંગ - 30 સદી
- સનથ જયસૂર્યા - 433 ઈનિંગ - 28 સદી
આ મેચમાં કોહલીએ 121 બોલ પર અણનમ 101 રનની ઈનિંગ રમી. આ દરમિયાન 10 ચોગ્ગા ફટકાર્યા. આ ઈનિંગમાં ભારતીય ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા સાઉથ આફ્રિકા સામે 5 વિકેટ પર 326 રન બનાવ્યા.