IND vs AUS : 'હું તમારી પીડા સમજી શકું છું', ભારતીય ટીમની હાર બાદ સચિનનું આવ્યું રિએક્શન

ઓસ્ટ્રેલિયાએ ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું

ભારતની હાર બાદ સચિન તેંડુલકરે મેદાન પર આવીને ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા હતા

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
IND vs AUS : 'હું તમારી પીડા સમજી શકું છું', ભારતીય ટીમની હાર બાદ સચિનનું આવ્યું રિએક્શન 1 - image
Image:SocialMedia

World Cup 2023 Final IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે અમદાવાદમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ છટ્ઠી વખત ODI World Cupની ટ્રોફી ઉઠાવી હતી. ભારતીય ટીમ(Sachin Tendulkar React On Team India After Losing World Cup Final)ના પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે ફાઈનલ મેચ પર પોતાનું રિએક્શન આપ્યું છે. સચિને ઓસ્ટ્રેલિયાની ટીમને ખિતાબ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ભારતીય ટીમને લઈને તેણે કહ્યું કે, 'તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તે હું સમજી શકું છું.' 

હાર એ રમતનો એક ભાગ છે - સચિન તેંડુલકર

સચિન તેંડુલકરે ફાઈનલ મેચ બાદ આજે સવારે ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું, 'ઓસ્ટ્રેલિયાને તેની છઠ્ઠી વર્લ્ડ કપ જીત બદલ અભિનંદન. તેણે સૌથી મહત્વપૂર્ણ દિવસે સૌથી મોટા સ્ટેજ પર વધુ સારું ક્રિકેટ રમ્યું. ટીમ ઈન્ડિયાની કિસ્મત ખરાબ છે, શાનદાર ટૂર્નામેન્ટમાં માત્ર એક ખરાબ દિવસ હૃદયદ્રાવક હોઈ શકે છે. હું ખેલાડીઓ, ચાહકો અને શુભેચ્છકો જે પીડામાંથી પસાર થઈ રહ્યા છે તેની કલ્પના કરી શકું છું. હાર એ રમતનો એક ભાગ છે, પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે આ ટીમે આખી ટુર્નામેન્ટમાં અમારા માટે પોતાનું બધું જ ન્યોછાવર કર્યું છે.'

સચિને ખેલાડીઓ સાથે હાથ મિલાવીને તેમને સાંત્વના આપી

ભારતીય ક્રિકેટ ટીમ જયારે હારી ગઈ હતી ત્યારે સચિન તેંડુલકર મેદાન પર આવ્યો હતો અને તમામ ખેલાડીઓ સાથે હાથ મિલાવીને તેમને સાંત્વના આપી હતી. સચિને બધા ખેલાડીઓ સાથે વાત કરીને તેમનો દુખ હળવો કરવાનો પ્રયત્ન કર્યો હતો. સચિનના આ વર્તનના સોશ્યલ મીડિયા પર ખુબ વખાણ થઇ રહ્યા છે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું. 

IND vs AUS : 'હું તમારી પીડા સમજી શકું છું', ભારતીય ટીમની હાર બાદ સચિનનું આવ્યું રિએક્શન 2 - image


Google NewsGoogle News