હાર્દિક પંડ્યા અને બુમરાહે લૂંટી મહેફિલ... મેચમાં જીત બાદ સચિન તેંડુલકરે પણ કર્યા વખાણ, જુઓ શું કહ્યું

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
હાર્દિક પંડ્યા અને બુમરાહે લૂંટી મહેફિલ... મેચમાં જીત બાદ સચિન તેંડુલકરે પણ કર્યા વખાણ, જુઓ શું કહ્યું 1 - image


Image: Facebook

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 7 વિકેટથી હરાવીને IPL 2024માં બીજી જીત નોંધાવી. RCB ટીમ 196 રન બનાવ્યા છતાં હારી ગઈ. બીજી તરફ મુંબઈએ 27 બોલમાં 199 રન બનાવ્યા. બેટિંગમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે ફિફ્ટી ફટકારી અને બોલિંગમાં જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું. બુમરાહે 5 વિકેટ લઈને પોતાની આવડત સાબિત કરી. મુંબઈની સતત બીજી જીત અને તેના ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી ટીમના મેન્ટોર સચિન તેંડુલકર ખુશ છે. સચિને સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી. 

સચિન તેંડુલકરે ટ્વીટર પર લખ્યું, 'ટુર્નામેન્ટમાં સારી શરૂઆત ન કરવા છતાં સતત બીજી જીત. જસપ્રીત બુમરાહે સેન્શનલ બોલિંગ કરી. તેણે ફરીથી સાબિત કર્યું કે તે કઈ રીતે તેમાં બેસ્ટ છે. રોહિત અને ઈશાન કિશને પાવરપ્લેમાં નીડર થઈને બેટિંગ કરી. ઈજાથી ઊભા થયા બાદ સૂર્યાએ જે રીતે બોલિંગ કરી તેને જોવુ સારુ રહ્યું. હાર્દિક પંડ્યાએ જે રીતે ગિયર બદલ્યો અને પોતાની સ્ટાઈલમાં મેચને ફિનિશ કરી, તેની શ્રેષ્ઠ ઈનિંગે ચાર ચાંદ લગાવી દીધા.'

સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહની 5 વિકેટ બાદ સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની ઈનિંગના દમ પર મુંબઈ ઈન્ડિયન્સે RCBને 7 વિકેટથી હરાવ્યું. ઈશાને માત્ર 34 બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 69 રન બનાવ્યા. સૂર્યકુમારે 19 બોલમાં 52 રનની ઈનિંગ રમી જેમાં ચાર સિક્સર અને પાંચ ચોગ્ગા સામેલ હતા. મુંબઈ ઈન્ડિયન્સએ RCBથી મળેલુ 197 રનનું લક્ષ્ય 15.3 ઓવરમાં મેળવી લીધુ. 

ઈશાને મોહમ્મદ સિરાજની બીજી જ ઓવરમાં ત્રણ સિક્સર અને એક ચોગ્ગા સહિત 23 રન લઈને મેચની દિશા નક્કી કરી દીધી હતી. RCBએ છઠ્ઠી ઓવરમાં ગ્લેન મેક્સવેલને બોલ સોંપ્યો તેની ઓવરમાં બે ચોગ્ગા અને એક સિક્સર મારીને ઈશાને 23 બોલમાં આ સીઝનમાં પોતાની પહેલી અડધીસદી ફટકારી. તેણે રોહિત શર્મા સાથે પહેલી વિકેટ લઈને 53 બોલમાં 101 રન બનાવ્યા. રોહિતે 24 બોલમાં 38 રન બનાવ્યા જેમાં 3 ચોગ્ગા અને 3 સિક્સર સામેલ હતી. તેણે ઈશાન અને સૂર્યકુમારની સાથે સહાયકની ભૂમિકા નિભાવી.


Google NewsGoogle News