જાડેજાના સંન્યાસ બાદ ભાવુક થયો સચિન તેંડુલકર, કહ્યું- 'મારા કરિયરના અંતિમ સમયમાં...'

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
જાડેજાના સંન્યાસ બાદ ભાવુક થયો સચિન તેંડુલકર, કહ્યું- 'મારા કરિયરના અંતિમ સમયમાં...' 1 - image


T20 World Cup: દરેક ક્રિકેટ ખેલાડીનું સપનું હોય છે ક્રિકેટ વર્લ્ડકપ જીતવાનો. ભારતીય મેન્સ ટીમે સાઉથ આફ્રિકાને નેઈલ બાઈટર મેચમાં હરાવીને 17 વર્ષ બાદ T20 World Cup જીતી ઈતિહાસ રચ્યો. 29 જૂન 2024  આ તારીખ ભારતીય ક્રિકેટ ટીમ માટે તેમજ દેશના તમામ ક્રિકેટના ફેન્સ માટે ઐતિહાસિક બની ગઈ છે. ભારતને 13 વર્ષ બાદ મળેલી આ વર્લ્ડકપ જીતની ખુશી અનેક દિગ્ગજોના રાજીનામાંથી ફિક્કી પડી છે. દ્રવિડની અગાઉથી નિશ્ચિત વિદાય બાદ વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માએ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટને અલવિદા કહ્યું છે. જોકે હવે ભારતીય ટીમના 'બાપુ' ગુજરાતી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ સંન્યાસની જાહેરાત કરીને ક્રિકેટપ્રેમીઓને વધુ એક આંચકો આપ્યો છે. હવે જાડેજાના સંન્યાસની જાહેરાતને લઇને સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.  

સચિન તેંડુલકરે ટ્વીટ કરતા કહ્યું કે, મારા કરિયરના અંતિમ તબક્કામાં એક ઉભરતા ખેલાડીથી લઈને આજે ટીમના સિનિયર ખેલાડી સુધીની આપની સફર અદ્દભુત રહી છે. આપની સ્કૂર્તીભરી ફિલ્ડિંગ હોય, ખેલ બદલી દેનારા તમારા બોલિંગ સ્પેલ હોય કે અતિમહત્વપૂર્ણ બેટિંગ ઈનિંગ હોય, તમે વિશ્વના ટોચના ફિલ્ડર તરીકે જ નહિ એક શાનદાર ઓલરાઉન્ડર તરીકે સૌને ચોંકાવ્યા છે. અદ્ભુત T20I કારકિર્દી માટે અભિનંદન. તમને મારી અનંત શુભેચ્છાઓ.

રવિન્દ્ર જાડેજાએ પોતાની 15 વર્ષની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 74 મેચ રમી હતી. તેમણે આ મેચોમાં 54 વિકેટ લીધી અને 515 રન પણ બનાવ્યા. તેમનો સર્વોચ્ચ સ્કોર 46 રન હતો. જાડેજાએ આ મેચોમાં 21.45ની એવરેજથી રન બનાવ્યા હતા. તેમનો સ્ટ્રાઈક રેટ 127.16 હતો. જો કે તેણે ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પરંતુ તે IPLમાં રમતા જોવા મળશે. વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં પણ રમતા જોવા મળશે.


Google NewsGoogle News