Get The App

હવે સચિન તેંડુલકર Deep Fake Videoનો શિકાર, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો ગુસ્સો

બોલીવૂડ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનો થોડા સમય પહેલા ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
હવે સચિન તેંડુલકર Deep Fake Videoનો શિકાર, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો ગુસ્સો 1 - image


Sachin Tendulkar Fake Video : બોલીવૂડના ઘણાં સેલેબ્સ ડીપફેક વીડિયોનો શિકાર બન્યા છે. હવે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પણ આવા ડીપફેક વીડિયોનો શિકાર બન્યા છે. એક ગેમિંગ એપ દ્વારા સચિનના ઈન્ટરવ્યુના વીડિયોનો ડીપફેક વીડિયો તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અંગે પૂર્વ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

ગેમિંગ એપના પ્રમોશન માટે સચિનના વીડિયોનો દુરુપયોગ 

એક ગેમિંગ એપ દ્વારા સચિન તેંડુલકરના અન્ય વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સચિનનો આ વીડિયો એક અન્ય ઇન્ટરવ્યુનો છે. પરંતુ આ ગેમિંગ એપે વીડિયોને મ્યુટ કરીને તેને સચિનના અવાજમાં ડબ કરી તેનો ખોટા પ્રમોશન માટે દુરુપયોગ કર્યો હતો. આ વીડિયોની નીચે સબ ટાઇટલ પણ લખવામાં આવ્યા હતા. સચિને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ સમગ્ર મામલે એક પોસ્ટ લખી અને લોકોને એલર્ટ કરીને પોતાનો ગુસ્સો પણ ઠાલવ્યો હતો.

સચિને સોશિયલ મીડિયા પર લોકોને કર્યા એલર્ટ

સચિને તેની પોસ્ટમાં લખ્યું, “આ વીડિયો સંપૂર્ણપણે ફેક છે. ટેક્નોલોજીનો આ રીતે ઉપયોગ કરવો બિલકુલ ખોટું છે. આપ સૌને વિનંતી છે કે આ વીડિયો, આવી જાહેરાતો અને આવી એપ્સને મોટી સંખ્યામાં રિપોર્ટ કરો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મે સતર્ક રહેવું પડશે અને ફરિયાદો પ્રત્યે કડક બનવું પડશે. તેમની તરફથી આવી ખોટી માહિતી અને ડીપફેક જેવી બાબતોને અટકાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.”

હવે સચિન તેંડુલકર Deep Fake Videoનો શિકાર, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો ગુસ્સો 2 - image


Google NewsGoogle News