Get The App

IND vs SA : બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમ માટે આવ્યા સારા સમાચાર, જાડેજાએ શરૂ કરી પ્રેક્ટિસ

કમરમાં ખેંચાણના કારણે જાડેજા પ્રથમ ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
IND vs SA : બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમ માટે આવ્યા સારા સમાચાર, જાડેજાએ શરૂ કરી પ્રેક્ટિસ 1 - image
Image:File Photo

IND vs SA 2nd Test Ravindra Jadeja Started Training : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતને એક ઇનિંગ અને 32 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પોતાના વિકલ્પોને લઈને સંઘર્ષ કરતી જોવા મળી હતી. ભારતે રવિચંદ્રન અશ્વિન અને શાર્દુલ ઠાકુરને 7માં અને 8માં નંબર પર રમાડ્યા હતા, પરંતુ તેનાથી ટીમને કોઈ ફાયદો થયો ન હતો. હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે રવિન્દ્ર જાડેજા સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં વાપસી કરી શકે છે. કમરમાં ખેંચાણના કારણે તે પ્રથમ ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો.

જાડેજાએ મુકેશ કુમાર સાથે 20 સુધી બોલિંગ કરી

મળેલા અહેવાલો મુજબ પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જાડેજા સેન્ચુરિયનમાં ટ્રેનિંગ કરતો જોવા મળ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 30થી 40 મીટર શોર્ટ રન દોડતા પહેલા વોર્મ-અપ કર્યો અને સુપરસ્પોર્ટ પાર્કમાં હાજર લોકોએ કહ્યું કે તે મુશ્કેલીમાં દેખાયો ન હતો. ત્યારબાદ જાડેજાએ ભારતીય ટીમના અન્ય ફાસ્ટ બોલર મુકેશ કુમાર સાથે 20 મિનિટ સુધી બોલિંગ કરી હતી. જાડેજાએ સતત એક જ જગ્યાએ બોલિંગ કરી હતી અને આ દરમિયાન તેને કમરનો દુખાવો કે ખેંચાણ જેવી કોઈ મુશ્કેલી ન હતી. આ ભારત માટે સારા સમાચાર છે. ચાહકોનું માનવું છે કે જાડેજા ટૂંક સમયમાં બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં જોવા મળી શકે છે. બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી રમાશે. 

ટીમમાં વધુ એક બેટ્સમેનને તક આપવાની જરૂર હતી

BCCIએ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર પ્રથમ ટેસ્ટ દરમિયાન મેચ શરુ થતા પહેલા જણાવ્યું હતું કે રવિન્દ્ર જાડેજા કમરમાં ખેંચાણના કારણે પ્રથમ ટેસ્ટ રમી શકશે નહીં. કેટલાંક લોકોનું એવું માનવું હતું કે મેનેજમેન્ટને જાડેજાની જગ્યાએ વધુ એક બેટ્સમેનને ટીમમાં રમવાની તક આપવી જોઈતી હતી. પરંતુ ટીમ મેનેજમેન્ટે રવિચંદ્રન અશ્વિનને પસંદ કર્યો, જેણે માત્ર એક વિકેટ લીધી હતી. પરંતુ તે બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો.

IND vs SA : બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમ માટે આવ્યા સારા સમાચાર, જાડેજાએ શરૂ કરી પ્રેક્ટિસ 2 - image


Google NewsGoogle News