Get The App

World Cup 2023 : આજે સાઉથ આફ્રિકા-બાંગ્લાદેશની ટક્કર, જાણો બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11

સાઉથ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમા ગત મેચમાં પ્લેઇંગ ઈલેવનમાં સામેલ ન હતો

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આજે સાઉથ આફ્રિકા-બાંગ્લાદેશની ટક્કર, જાણો બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11 1 - image


World Cup 2023 SA vs BAN : સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે આજે ODI World Cup 2023ની 23મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. સાઉથ આફ્રિકાની ટીમે આ વર્લ્ડ કપમાં ત્રણ મેચ જીતી છે જયારે બાંગ્લાદેશની ટીમે માત્ર એક જ મેચમાં જીત મેળવી છે. આવી સ્થિતિમાં આજે બાંગ્લાદેશની ટીમ મોટો અપસેટ સર્જવા મેદાનમાં ઉતરશે. જો કે સાઉથ આફ્રિકા જેવી ટીમ સામે તે આસાન નહીં હોય.

બંને કેપ્ટનની થઇ શકે વાપસી

સાઉથ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમા ગત મેચમાં પ્લેઇંગ ઈલેવનમાં સામેલ ન હતો. બાવુમાની જગ્યાએ રીઝા હેન્ડ્રિક્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 85 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જો કે બાંગ્લાદેશ સામે બાવુમાની વાપસી થઇ શકે છે. આવી સ્થિતિમાં હેન્ડ્રિક્સને બહાર બેસવું પડી શકે છે. આ ઉપરાંત બાંગ્લાદેશ ટીમનો કેપ્ટન શાકિબ અલ હસન પણ આજની મેચમાં વાપસી કરી શકે છે.

વાનખેડેની પિચ બેટ્સમેનોને વધુ મદદરૂપ 

મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે યોગ્ય માનવામાં આવે છે. આ સાથે જ અહીં લક્ષ્યનો પીછો કરવો સરળ હોય છે. જો કે અહીં રમાયેલી છેલ્લી મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો વિજય થયો હતો. આ મેદાન પર દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા 399 રન ફટકાર્યા હતા. તેમ છતાં ઝાકળને ધ્યાનમાં રાખીને ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન

સાઉથ આફ્રિકા

ટેમ્બા બાવુમા (C), ક્વિન્ટન ડી કોક (wkt), રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ, જેરાલ્ડ કોએત્ઝી, લુંગી એનગિડી

બાંગ્લાદેશ

શાકિબ અલ હસન (C), તનજીદ હસન, લિટન દાસ, મેહદી હસન મિરાજ, નઝમુલ હુસૈન શાંતો, મુશફિકુર રહીમ (wkt), તૌહીદ હ્રિદોય, મહમુદુલ્લાહ, નસુમ અહેમદ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન

World Cup 2023 : આજે સાઉથ આફ્રિકા-બાંગ્લાદેશની ટક્કર, જાણો બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11 2 - image


Google NewsGoogle News