World Cup 2023 - AUS vs SA : ઓસ્ટ્રેલિયાની ફાઈનલમાં એન્ટ્રી, આફ્રિકાની હાર, હવે 19મીએ ભારત સામે મુકાબલો

સાઉથ આફ્રિકાનો સ્કોર : 49.4 ઓવરમાં 212/10, ડેવિડ મીલર 101 રન, ગેરાલ્ડ-શામ્સીની 2-2 વિકેટ

ઓસ્ટ્રેલિયાનો સ્કોર : 47.2 ઓવરમાં 215/7, ટ્રેવિસ હેડની ફિફ્ટી, સ્ટાર્ક-કમિન્સની 3-3, હેઝલવુડ-ટ્રેવિસની 2-2 વિકેટ

Updated: Nov 16th, 2023


Google NewsGoogle News
World Cup 2023 - AUS vs SA : ઓસ્ટ્રેલિયાની ફાઈનલમાં એન્ટ્રી, આફ્રિકાની હાર, હવે 19મીએ ભારત સામે મુકાબલો 1 - image


સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો LIVE સ્કોર જોવા અહીં ક્લિક કરો

કોલકાતા, તા.16 નવેમ્બર-2023, ગુરુવાર

World Cup 2023 - AUS vs SA : વર્લ્ડકપ-2023ની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે હાર આપી છે. સાઉથ આફ્રિકાની ટીમ 49.4 ઓવરમાં 212 રને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 47.2 ઓવરમાં સાત વિકેટે 215 રન ફટકારી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે ફટકારેલી સદી એડે ગઈ છે. તો ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગમાં આવેલા ટ્રેવિડ હેડે ફિફ્ટી ફટકારવા ઉપરાંત 2 વિકેટ ઝડપી મહત્વનું યોગદાન આપી ટીમને જીત અપાવી છે. આજની મેચમાં ભારે રસાકસી જોવા મળી હતી. સાઉથ આફ્રિકાનો ઓછો સ્કોર હોવા છતાં ઓસ્ટ્રેલિયાને વિજયના સ્કોર સુધી પહોંચવામાં ફાફા પડી ગયા હતા, જોકે જોશ ઈંગ્લિશ, મિચેલ સ્ટાર્ક અને કેપ્ટન પેટ કમિન્ટની ધૈર્યપૂર્વક બેટીંગના કારણે ઓસ્ટ્રેલિયાનો વિજય થયો છે. હવે 19મી નવેમ્બરે ઓસ્ટ્રેલિયા ભારત સામે ફાઈનલ મેચ રમશે અને આ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ડેવિડ મિલરની સદી એડે ગઈ

સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે 116 બોલમાં 8 ફોર અને 5 સિક્સ સાથે 101 રન ફટકાર્યા હતા, જ્યારે હેનરીચ કાલસને 48 બોલમાં 4 ફોર અને 2 સિક્સ સાથે 47 રન, ગેરાલ્ડ કોએત્ઝેએ 19 રન, એડમ માર્કરામે 10 રન, કાગીસો રબાડાએ 10 રન કર્યા હતા. બાકી તમામ બેટરો ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. બોલિંગની વાત કરીએ તો ગેરાલ્ડ અને તબરીઝ શામ્સીએ 2-2 વિકેટ, જ્યારે કાગીરો રબાડા, એડમ માર્કરામ અને કેશવ મહારાજે 1-1 વિકેટ ખેરવી હતી.

ટ્રેવિસ હેડનું ઓલરાઉન્ડર પ્રદર્શન

ઓસ્ટ્રેલયા તરફથી ટ્રેવિસ હેડે અડધી સદી ફટકારવાની સાથે 2 વિકેટ પણ ઝડપી ટીમને જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. ટ્રેવિસે 48 બોલમાં 9 ફોર અને 2 સિક્સ સાથે 62 રન ફટકારવા ઉપરાંત 2 વિકેટ પણ ખેરવી છે. જ્યારે સ્ટિવ સ્મિથે 30 રન, ડેવિડ વોર્નરે 29 રન, જોશ ઈગ્લિશે 28 રન, માર્નસ લેબુશેને 18 રન, મિચેલ સ્ટાર્કે 16 રન, કેપ્ટન પેટ કમિન્સે 14 રન નોંધાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે 3-3 વિકેટ, જ્યારે જોશ હેઝલવુડ અને ટ્રેવિસ હેડે 2-2 વિકેટ ખેરવી છે.

19મીએ ઓસ્ટ્રેલિયાનો ભારત સામે મુકાબલો

ઓસ્ટ્રેલિયાએ આજની બીજી સેમિફાઈનલ મેચ જીતવાની સાથે જ ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. હવે 19મી નવેમ્બરની ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે.


ઓસ્ટ્રેલિયાની ઈનિંગ

• ઓસ્ટ્રેલિયાનો સાઉથ આફ્રિકા સામે વિજય :  ઓસ્ટ્રેલિયાનો સ્કોર : 47.2 ઓવરમાં 215/7

 સ્કોર 45 ઓવરમાં 206/7

 સ્કોર 40 ઓવરમાં 193/7

• ઓસ્ટ્રેલિયાની 193 રને 7મી વિકેટ પડી : ગેરાલ્ડ ઈંગ્લિશને કર્યો બોલ્ડ, જોશ ઈંગ્લિશે 49 બોલમાં 3 પોર સાથે ફટકાર્યા 28 રન

 સ્કોર 35 ઓવરમાં 177/6

• ઓસ્ટ્રેલિયાની 174 રને છઠ્ઠી વિકેટ પડી : ગેરાલ્ડ કોએત્ઝેની બોલિંગમાં ડી.કોકે કર્યો સ્ટિવ સ્મિથનો કેચ, સ્મિથે 62 બોલમાં 2 ફોર સાથે ફટકાર્યા 30 રન

 સ્કોર 30 ઓવરમાં 162/5

 સ્કોર 25 ઓવરમાં 141/5

• ઓસ્ટ્રેલિયાની 137 રને પાંચ વિકેટ પડી : તબરેઝ શમ્સીએ ગ્લેન મેક્સવેલને કર્યો બોલ્ડ, મેક્સવેલે 5 બોલમાં બનાવ્યો 1 રન

• ઓસ્ટ્રેલિયાની 133 રને ચોથી વિકેટ પડી : તબરેઝ શમ્સીએ માર્નસ લાબુશેને કર્યો LBW આઉટ, લાબુશેને 31 બોલમાં 2 ફોર સાથે ફટકાર્યા 18 રન

 સ્કોર 20 ઓવરમાં 124/3

 સ્કોર 15 ઓવરમાં 109/3

• ઓસ્ટ્રેલિયાની 106 રને ત્રીજી વિકેટ પડી : કેશવ મહારાજે ટ્રેવિસ હેડને કર્યો બોલ્ડ, ટ્રેવિસે 48 બોલમાં 9 ફોર અને 2 સિક્સ સાથે ફટકાર્યા 62 રન

 સ્કોર 10 ઓવરમાં 74/2

• ઓસ્ટ્રેલિયાની 61 રને બીજી વિકેટ પડી : કાગિસો રબાડાએ મિચેલ માર્શને કર્યો 0 રને આઉટ, ડુશેને કર્યો કેચ

• ઓસ્ટ્રેલિયાની 60 રને પહેલી વિકેટ પડી : એડન માર્કરામે ડેવિડ વોર્નરને કર્યો બોલ્ડ, વોર્નરે 18 બોલમાં 1 ફોર અને 4 સિક્સ સાથે ફટકાર્યા 29 રન

 સ્કોર 5 ઓવરમાં 39/0

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ શરૂ, ટ્રેવિસ હેડ અને ડેવિડ વોર્નર આવ્યા મેદાનમાં

સાઉથ આફ્રિકાની ઈનિંગ

 49.4 ઓવરમાં સાઉથ આફ્રિકાનો સ્કોર  212/10

સાઉથ આફ્રિકાની ટીમ ઓલઆઉટ

સાઉથ આફ્રિકાએ 212 રનના સ્કોર ઓલઆઉટ થઇ ગયું.

સાઉથ આફ્રિકાએ નવમી વિકેટ ગુમાવી

સાઉથ આફ્રિકાએ 202 રનના સ્કોર પર નવમી વિકેટ ગુમાવી. મિલર શાનદાર સદી ફટકારી આઉટ. 

સાઉથ આફ્રિકાએ આઠમી વિકેટ ગુમાવી

સાઉથ આફ્રિકાએ 191 રનના સ્કોર પર આઠમી વિકેટ ગુમાવી. કેશવ મહારાજ 8 બોલમાં 4 રન બનાવીને આઉટ.

 45 ઓવરમાં સાઉથ આફ્રિકાનો સ્કોર  182/7

સાઉથ આફ્રિકાએ સાતમી વિકેટ ગુમાવી

સાઉથ આફ્રિકાએ 172 રનના સ્કોર પર સાતમી વિકેટ ગુમાવી. ગેરાલ્ડ કોએત્ઝી 39 બોલમાં 19 રન બનાવીને આઉટ.

 40 ઓવરમાં સાઉથ આફ્રિકાનો સ્કોર  156/6

 35 ઓવરમાં સાઉથ આફ્રિકાનો સ્કોર  134/6

મિલરે ફટકારી ફિફ્ટી

સાઉથ આફ્રિકાની ખરાબ શરૂઆત બાદ ક્લાસેન-મિલરે ઇનિંગ સંભાળી. ડેવિડ મિલરે 70 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી.

સાઉથ આફ્રિકાએ છઠ્ઠી વિકેટ ગુમાવી

સાઉથ આફ્રિકાએ 119 રન સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી. ક્લાસેન બાદ જેન્સેન પહેલા બોલ પર જ આઉટ થયો. ટ્રેવિસ હેડે બે બોલમાં બે વિકેટ મેળવી.

સાઉથ આફ્રિકાએ પાંચમી વિકેટ ગુમાવી

સાઉથ આફ્રિકાએ 119 રન સ્કોર પર પાંચમી વિકેટ ગુમાવી. ક્લાસેન 48 બોલમાં 47 રન બનાવીને આઉટ.

 30 ઓવરમાં સાઉથ આફ્રિકાનો સ્કોર  111/4

 25 ઓવરમાં સાઉથ આફ્રિકાનો સ્કોર  79/4

 20 ઓવરમાં સાઉથ આફ્રિકાનો સ્કોર  67/4

 15 ઓવરમાં સાઉથ આફ્રિકાનો સ્કોર  46/4

વરસાદને કારણે મેચ અટકી

કોલકાતામાં વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી છે. પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 14 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 44 રન બનાવ્યા.

સાઉથ આફ્રિકાએ ચોથી વિકેટ ગુમાવી

સાઉથ આફ્રિકાએ 24 રન સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી. રાસી વાન ડેર ડુસેન 31 બોલમાં છ રન બનાવીને આઉટ.

સાઉથ આફ્રિકાએ ત્રીજી વિકેટ ગુમાવી 

સાઉથ આફ્રિકાએ 22 રન સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી. એડન માર્કરામ 20 બોલમાં 10 રન બનાવીને આઉટ.

 10 ઓવરમાં સાઉથ આફ્રિકાનો સ્કોર  18/2

સાઉથ આફ્રિકાને લાગ્યો બીજો ઝટકો 

સાઉથ આફ્રિકાને છઠ્ઠી ઓવરમાં આઠના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો. ક્વિન્ટન ડી કોક 14 બોલમાં ત્રણ રન બનાવી આઉટ.

 5 ઓવરમાં સાઉથ આફ્રિકાનો સ્કોર  8/1

સ્ટાર્કને પહેલી જ ઓવરમાં મળી સફળતા 

સાઉથ આફ્રિકાની પહેલી ઓવરમાં જ ઝટકો લાગ્યો. મિચેલ સ્ટાર્કે કેપ્ટન બાવુમાને શૂન્ય રન પર જ કર્યો આઉટ.

સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બંને ટીમના જીત-હારના આંકડા લગભગ સમાન 

પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આજે છઠ્ઠા ટાઇટલ માટે આગળ વધશે. જયારે સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઈનલ રમવાનું સપનું પૂરું કરવા માટે મેદાનમાં ઉતરશે. બંને ટીમો ODI World Cup 2023ના લીગ સ્ટેજમાં 7-7 મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીની વનડે મેચોમાં જીત-હારના આંકડા લગભગ સમાન રહ્યા છે.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન

ઓસ્ટ્રેલિયા

ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (wkt), પેટ કમિન્સ (C), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક

સાઉથ આફ્રિકા

ટેમ્બા બાવુમા (C), ક્વિન્ટન ડી કોક (wkt), રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી, તબરેઝ શમ્સી, ગેરાલ્ડ કોએત્ઝી



Google NewsGoogle News