શ્રીસંત ફરી એકવાર સપડાયો વિવાદમાં, કેરળ પોલીસે પૂર્વ ક્રિકેટર સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો

શ્રીસંત સાથે મળીને તેના મિત્રોએ સરીશ પાસેથી લાખો રૂપિયા લીધા હતા

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
શ્રીસંત ફરી એકવાર સપડાયો વિવાદમાં, કેરળ પોલીસે પૂર્વ ક્રિકેટર સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો 1 - image
Image:Instagram

S Sreesanth Cheating Case : ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે. આ વખતે તેના પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. શ્રીસંત સામે કેરળમાં પોલીસે કેસ નોંધ્યો છે. શ્રીસંતની સાથે તેના બે નજીકના મિત્રોના નામ પણ તેમાં સામેલ છે. કેરળ જિલ્લામાં એક વ્યક્તિ દ્વારા નોંધાવવામાં આવેલી છેતરપિંડીની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે.

શ્રીસંત સાથે મળીને તેના મિત્રોએ લાખો રૂપિયા લીધા

ફરિયાદ કરનાર સરીશ ગોપાલને આરોપ લગાવ્યો છે કે આરોપી રાજીવ કુમાર અને વેંકટેશ કિનીએ 25 એપ્રિલ 2019થી જુદી જુદી તારીખો પર શ્રીસંતની સાથે મળીને એક સ્પોર્ટ્સ એકેડમી બનાવવાનો દાવો કરી તેની પાસેથી 18.70 લાખ રૂપિયા લીધા હતા. આ એકેડમીનું નિર્માણ કર્ણાટકના કોલ્લૂર જિલ્લામાં થવાનું હતું.

સરીશને એકેડમીમાં પાર્ટનર બનવાની ઓફર કરવામાં આવી હતી

સરીશે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને એકેડમીના પાર્ટનર બનવાની ઓફર કરવામાં આવી હતી, જેના માટે તેણે પૈસા લગાવ્યા હતા. આ મામલામાં એસ શ્રીસંત અને અન્ય બે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં શ્રીસંતને ત્રીજા આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે. 

શ્રીસંત ફરી એકવાર સપડાયો વિવાદમાં, કેરળ પોલીસે પૂર્વ ક્રિકેટર સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો 2 - image


Google NewsGoogle News