BCCI એ સ્ટાર ખેલાડી સાથે કર્યો અન્યાય! ટોપ રેન્કિંગમાં હોવા છતાં ટીમમાં ન આપ્યું સ્થાન
India Vs Bangladesh T20 Match: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરિઝ બાદ 3 મેચોની ટી20 સિરિઝ રમાવા જઈ રહી છે. આ સિરિઝ માટે ટીમ ઈન્ડિયાએ ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમના સિલેક્શન માટે અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. યુવા ખેલાડીઓની ટીમમાં એન્ટ્રી થઈ છે, તો ઘણાને લાંબા સમય બાદ ટીમમાં સ્થાન મળ્યું છે. પરંતુ સિલેક્ટર્સે ઘણા ચોંકાવનારા નિર્ણયો પણ લીધા છે. ટી20માં ટોપ રેન્કિંગના એક ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું નથી. આ ખેલાડીએ ભારતીય ટીમ માટે ખૂબ સારૂ પ્રદર્શન કર્યુ હોવા છતાં તેને નજરઅંદાજ કરવામાં આવ્યો છે.
આ સ્ટાર ખેલાડીને ન મળ્યું સ્થાન
બીસીસીઆઈએ બાંગ્લાદેશ વિરૂદ્ધ આગામી ત્રણ ટી20 મેચ સિરિઝ માટે 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે. આ ટીમમાં સ્ટાર બેટર ઋતુરાજ ગાયકવાડની પસંદગી થઈ નથી. જે ચોંકાવનારી ઘટના છે. આઈસીસી ટી10 રેન્કિંગમાં ગાયકવાડ 9માં સ્થાને હોવા છતાં તેને ટીમમાં લીધો નથી. તેનું પ્રદર્શન પણ શ્રેષ્ઠ રહ્યુ હોવા છતાં છેલ્લી સાત ટી20 મેચમાં તેણે 71.2ની એવરેજ અને 157.45ના સ્ટ્રાઈક રેટ સાથે 356 રન ફટકાર્યા હતા.
આ પણ વાંચોઃ 3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં ફરી જાદુઈ સ્પિનરને મળ્યો મોકો, IPLમાં કર્યું હતું દમદાર પ્રદર્શન
ટીમ ઈન્ડિયા માટે આકર્ષક પ્રદર્શન
ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ બેટર છે, પરંતુ તેણે ટીમ ઈન્ડિયા માટે જુદી-જુદી પોઝિશન પર રન બનાવ્યા છે. આ વર્ષે તેણે 66.5ની એવરેજ અને 158.3ના સ્ટ્રાઈક રેટમાં 133 રન બનાવ્યા છે. ગતવર્ષે તેણે 60.8ની એવરેજ અને 147.2ના સ્ટ્રાઈક રેટથી 365 રન બનાવ્યા હતા. આટલા ઉમદા પ્રદર્શન કર્યા હોવા છતાં તેની ટીમની પસંદગીમાં સતત અવગણના કરવામાં આવી છે.
ઋતુરાજ ગાયકવાડની ભારતીય ટી20 ટીમમાં ઝિમ્બાબ્વે સામેની મેચમાં પસંદગી થઈ હતી. જુદી-જુદી પોઝિશન પર રમતાં તેણે ખૂબ સારૂ પ્રદર્શન આપ્યું હતું. ત્યારબાદ શ્રીલંકા સામેની ટી20 મેચમાં પસંદગી થઈ ન હતી. ઋતુરાજે ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધી કુલ 6 વનડે અને 23 ટી20 મેચ રમી છે. વનડેમાં 19.16ની એવરેજે 115 રન અને ટી20માં 39.56ની એવરેજે 633 રન બનાવ્યા છે.
બાંગ્લાદેશ વિરૂદ્ધ ટી20 સિરિઝ માટે ટીમ ઈન્ડિયા
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજૂ સેમસન, રિંકૂ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરૂણ ચક્રવર્તી, જિતેશ શર્મા, અર્શદીપ સિંહ, હર્ષિક રાણા અને મયંક યાદવ