IND vs AUS : ઋતુરાજ ગાયકવાડે રચ્યો ઈતિહાસ, કોહલી-ગપ્ટિલનો આ રેકોર્ડ તોડી બન્યો નંબર-1
ઋતુરાજ ગાયકવાડે ઓસ્ટ્રેલિયા સામે પાંચમી મેચમાં 10 રન બનાવ્યા હતા
Image:Twitter |
IND vs AUS 5th T20I : ભારતીય ટીમના ઓપનર ઋતુરાજ ગાયકવાડે ગઈકાલે સિરીઝની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે સસ્તામાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 12 બોલમાં 10 રન બનાવ્યા હતા. ગાયકવાડે ભલે નાની ઇનિંગ રમી હતી પરંતુ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઋતુરાજ ગાયકવાડ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક T20I દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે વિરાટ કોહલી અને માર્ટિન ગપ્ટિલ(Ruturaj Gaikwad Breaks Record Of Virat Kohli And Martin Guptil)ને પાછળ છોડી દીધા છે.
ગાયકવાડે કોહલી અને ગપ્ટિલને છોડ્યા પાછળ
ઋતુરાજ ગાયકવાડે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચોની T20 સિરીઝમાં કુલ 223 રન બનાવ્યા હતા. જયારે ન્યુઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર માર્ટિન ગપ્ટિલે ઓસ્ટ્રેલિયા સામે એક T20I સિરીઝમાં કુલ 218 રન બનાવ્યા હતા. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હવે આ લીસ્ટમાં ત્રીજા નંબરે આવી ગયો છે. વિરાટ પછી 192 રન સાથે ડેવોન કોન્વે ચોથા નંબરે છે.
વિરાટ કોહલી આ લીસ્ટમાં ટોપ પર
ઋતુરાજ ગાયકવાડે આ ઉપરાંત એક અન્ય રેકોર્ડ પણ બનાવ્યો હતો. ગાયકવાડ ભારત માટે દ્વિપક્ષીય T20I સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની લીસ્ટમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે. આ લીસ્ટમાં વિરાટ કોહલી ટોપ પર છે. કોહલીએ વર્ષ 2021માં ઇંગ્લેન્ડ સામે 231 રન બનાવ્યા હતા. જયારે કે.એલ રાહુલ બીજા નંબર પર છે. તેણે વર્ષ 2020માં ન્યુઝીલેન્ડ સામે 224 રન બનાવ્યા હતા.