રણજી ટ્રોફીમાં તન્મય અગ્રવાલની ત્રેવડી સદી, 21 છગ્ગા અને 33 ચોગ્ગા ફટકાર્યા
તન્મયે હૈદરાબાદ સામે રમાઈ રહેલી મેચમાં 160 બોલમાં 21 છગ્ગા અને 21 સિક્સર ફટકારી 323 રન બનાવ્યા હતા
આ ઈનિંગના કારણે તન્મય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બની ગયો
Image Twitter |
Ranji Trophy 2024: અરુણાચલ પ્રદેશ અને હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફીમાં પહેલા જ દિવસે તન્મયે સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારીને મોટી સિદ્ધિ મેળવી હતી. હાલમાં રમાઈ રહેલી આ ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશના તન્મય અગ્રવાલ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન બ્રાયન લારાના 501 રનના રેકોર્ડને તોડવાની નજીક પહોંચી ગયો છે. તન્મયે હૈદરાબાદ સામે રમાઈ રહેલી મેચમાં 160 બોલમાં 21 છગ્ગા અને 21 સિક્સર ફટકારી 323 રન બનાવ્યા હતા. આ ઈનિંગના કારણે તન્મય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે માત્ર 147 બોલમાં 300 રનનો આંકડો પાર કર્યો છે.
તન્મય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી પણ બની ગયો
આટલું જ નહીં પરંતુ તન્મય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી પણ બની ગયો હતો. તેણે માત્ર 119 બોલમાં બેવડી સદી પુરી કરી લીધી હતી. અત્યાર સુધી 21 છગ્ગા ફટકારનાર તન્મયએ રણજી ટ્રોફીમાં એર ઈનિંગમાં સૌથી વધારે છગ્ગા ફટકારવામાં રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
તન્મયે સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારીને મોટી સિદ્ધિ મેળવી હતી
અરુણાચલ પ્રદેશ અને હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી આ મેચના પહેલા જ દિવસે તન્મયે સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારીને મોટી સિદ્ધિ મેળવી હતી. આજનો દિવસ પુરો થાય ત્યાં સુધીમાં તેનો સ્કોર 323 રન પર પહોંચી ગયો હતો. તન્મયએ ઓપનિંગ પર રમતા શાનદાર ઇનિંગને અંજામ આપ્યો હતો. જેમાં તેને કેપ્ટન ગેહલોત રાહુલ સિંહનો ખૂબ જ સારો સાથ મળ્યો હતો. અરુણાચલના કેપ્ટને 105 બોલમાં 26 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી 185 રનની ઇનિંગ રમી હતી. બંનેએ પહેલી વિકેટ માટે 345 રનની ભાગીદારી કરી હતી.