Get The App

5 રિટેન્શન, RTM ખતમ...: IPL મેગા ઓક્શન પહેલા બદલાઈ શકે છે આ નિયમ

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
5 રિટેન્શન, RTM ખતમ...: IPL મેગા ઓક્શન પહેલા બદલાઈ શકે છે આ નિયમ 1 - image

IPL 2025 : આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે  BCCI ટૂંક સમયમાં મોટી જાહેરાત કરી શકે છે. આગામી સીઝન માટે મેગા ઓક્શન યાજાશે. તે પહેલા મળતી માહિતી અનુસાર આ વખતે રાઈટ ટુ મેચ(RTM)નો કોઈ વિકલ્પ આપવામાં નહીં આવે. તેના બદલે તમામ ટીમોને 5-5 ખેલાડીઓને રિટેન કરવાનો વિકલ્પ આપવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે ગયા મહિને બોર્ડ અને ફ્રેન્ચાઇઝીના માલિકો વચ્ચે બેઠક પણ યોજાઈ હતી, જેમાં RTM અને રિટેન્શન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

મેગા ઓક્શન પહેલા મોટાભાગની ટીમો તેમની બ્રાન્ડ વેલ્યુ જાળવી રાખવા માટે 5 કે તેથી વધુ ખેલાડીઓને રિટેન કરવા માંગે છે. પાંચ ખેલાડીઓને રિટેન કરીને ફ્રેન્ચાઇઝી તેની મુખ્ય ટીમને ઘણી હદ સુધી જાળવી શકે છે. જેની મદદથી તેઓ ઓક્શનમાં પોતાના જૂના ખેલાડીઓને લઈને સરળતાથી રણનીતિ બનાવી શકે છે.

અગાઉ વર્ષ 2022 માટે યોજાયેલી IPLના ઓક્શનમાં કુલ 4 ખેલાડીઓને રિટેન રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. દર ત્રણ વર્ષે મેગા ઓક્શન કરવામાં આવે છે, જેની સાઇકલ આ વર્ષે પૂરી થઇ રહી છે. આ સ્થિતિમાં ફ્રેન્ચાઇઝીઓ એ રિટેન્શનને લઈને બોર્ડ સમક્ષ પોતાની રજૂઆત કરી છે. જેને લઈને ગયા મહિને  BCCIએ IPL ફ્રેન્ચાઇઝીના માલિકો સાથે ખેલાડીઓની રિટેન્શન નીતિ પર ચર્ચા કરી હતી.

આ પણ વાંચો : IND vs BAN: બીજી ટેસ્ટમાં સ્ટાર ગુજરાતી ખેલાડીની થશે વાપસી! ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે મોટા ફેરફાર

મોટાભાગની ફ્રેન્ચાઈઝીઓનું માનવું છે કે ટીમ તૈયાર કરવામાં લાંબો સમય અને સખત મહેનત કરવી પડે છે. આ સ્થિતિમાં જો માત્ર 3 રિટેન્શનનો વિકલ્પ આપવામાં આવશે તો મોટાભાગના ખેલાડીઓ ઓક્શનમાં જતા રહેશે. જેમાંથી કેટલાક એવા ખેલાડીઓ પણ હશે કે જેના પર ફ્રેન્ચાઇઝીએ ઘણું રોકાણ કર્યું હતું. જેથી કરીને તે ફ્રેન્ચાઇઝીથી દુર થઇ શકે છે. આ સિવાય જે  ફ્રેન્ચાઇઝી સારું પ્રદર્શન નથી કરી રહી, તેઓ પોતાની ટીમને ફરીથી ઊભી કરવા ઈચ્છશે અને 5 ખેલાડીઓના રિટેન્શનને લઈને સમર્થન કરશે નહીં.


Google NewsGoogle News