Get The App

IPL 2025: કોલકાતાએ 8 વિકેટથી જીતી મેચ, રાજસ્થાન સતત બીજી મેચ હાર્યું

Updated: Mar 26th, 2025


Google News
Google News
IPL 2025: કોલકાતાએ 8 વિકેટથી જીતી મેચ, રાજસ્થાન સતત બીજી મેચ હાર્યું 1 - image


IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનની છઠ્ઠી મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં કોલકાતાએ 8 વિકેટથી જીત મેળવી. જણાવી દઈએ કે, કોલકાતા અને રાજસ્થાન બંનેને પોત-પોતાની પહેલી મેચ હાર મળી હતી. પરંતુ કોલકાતાએ પોતાની જીતનું ખાતું ખોલાવ્યું છે, બીજી તરફ રાજસ્થાનને સતત બીજી મેચમાં હાર મળી છે.

રાજસ્થાને આપ્યો હતો માત્ર 152 રનનો ટાર્ગેટ

કોલકાતાના બોલરોએ કમાલ કરી હતી. રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર માત્ર 151 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં કોલકાતાની ટીમે 17.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 153 રન બનાવી લીધા. રાજસ્થાન માટે ધ્રુવ જુરેલે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. યશસ્વી જાયસવાલ 29 અને રિયાન પરાગ 25 રન બનાવીને આઉટ થયા હતા. કોલકાતા માટે વરૂણ ચક્રવર્તી, મોઈન અલી, હર્ષિત રાણા અને વૈભવ અરોરાએ બે-બે વિકેટ ઝડપી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગ

  • ક્વિન્ટન ડી કોક* (વિકેટકીપર) - 97 રન (61 બોલ)
  • અંગક્રિશ રઘુવંશી* - 22 રન (17 બોલ)
  • અજિંક્ય રહાણે (કેપ્ટન) - 18 રન (15 બોલ)
  • મોઈન અલી - 5 રન (12 બોલ)

રાજસ્થાન રોયલ્સની ઈનિંગ

  • યશસ્વી જયસ્વાલ - 29 રન (24 બોલ)
  • સંજુ સેમસન - 13 રન (11 બોલ)
  • રિયાન પરાગ (કેપ્ટન) - 25 રન (15 બોલ)
  • નીતિશ રાણા - 8 રન (9 બોલ)
  • વાનિન્દુ હસરંગા - 4 રન (4 બોલ)
  • ધ્રુવ જુરેલ (વિકેટકીપર) - 33 રન (28 બોલ)
  • શુભમ દુબે - 9 રન (12 બોલ)
  • શિમરોન હેટમાયર - 7 રન (8 બોલ)
  • જોફ્રા આર્ચર - 16 રન (7 બોલ)
  • મહિશ થિક્સાના* - 1 રન (1 બોલ)
  • તુષાર દેશપાંડે* - 2 રન (1 બોલ)

રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ-11

રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ-11: રિયાન પરાગ (કેપ્ટન), સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, નીતિશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહિશ થિક્સાના, તુષાર દેશપાંડે અને સંદીપ શર્મા.

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ-11: અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ અય્યર, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રિંકુ સિંહ, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ વક્રવર્તી, સ્પેન્સર જોહ્ન્સન.

Tags :