IPL 2024: આજે ઈન ફોર્મ ટીમો વચ્ચે થશે ટક્કર, રાજસ્થાન અને કોલકાતા વચ્ચે સાંજે 7.30થી મુકાબલો
રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં એક અને કોલકાતા બીજા નંબરે
કોલકાતાનું ટ્રમ્પ કાર્ડ નારાયણ છેઃ સોલ્ટ અને સ્ટાર્કે ફોર્મ મેળવ્યુંઃ રાજસ્થાન રોયલ્સની બોલિંગ વધુ સમતોલ
KKR vs RR: રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની આજની આઈપીએલની મેચ રોમાંચક બની રહેશે. કેમ કે, બંને ટીમ ફોર્મમાં છે. રાજસ્થાન 6 મેચ, 5 જીત અને 1 હાર સાથે પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. કોલકાતા 5 મેચ, 4 જીત અને 1 હાર સાથે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે.
સુનિલ નારાયણની નિર્ણાયક ભૂમિકા
આ મેચ કોલકાતા તરફથી સુનિલ નારાયણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે. કેમ કે તે ટોપ ઓર્ડરમાં વિસ્ફોટક બેટિંગ તો કરે જ છે પણ સ્પિનર તરીકેની પણ ઉમદા જવાબદારી નિભાવે છે.
ગંભીરની કેપ્ટનશીપ હેઠળ કેકેઆર ચેમ્પિયન બન્યું હતું
વર્ષોથી તે કોલકાતા તરફથી ઓલરાઉન્ડ વિજયી ભૂમિકા ભજવે છે. ગૌતમ ગંભીરની કેપ્ટનશીપ હેઠળ કોલકાતા આઈપીએલમાં ચેમ્પિયન બન્યું તેમાં તેનું યોગદાન હતું. હવે ગંભીર ટીમનો મેન્ટોર છે પણ તે ખેલાડી તરીકે યોગદાન આપે છે. હૈદરાબાદ સામે તેણે 19 રન અને લખનઉ સામે 4 ઓવરમાં 17 રન આપ્યા હતા.
કેપ્ટન શ્રેયસ ઐય્યરનું ફોર્મ હજુ સાતત્ય વગરનું
કોલકાતા માટે બીજું જમા પાસું સૌથી મોંઘા ખેલાડી તરીકે ખરીદાયેલ ફાસ્ટ બોલર સ્ટાર્કે છેલ્લી મેચમાં ત્રણ વિકેટ ઝડપી આ સિઝનમાં પહેલી વખત ફોર્મ મેળવ્યું તે છે. કોલકાતા ફરી એક વખત ઓપનર ફીલ સોલ્ટની આક્રમક બેટિંગથી સંગીન પાયો નાખવાની ઈચ્છા ધરાવશે. કેપ્ટન શ્રેયસ ઐય્યરનું ફોર્મ હજુ સાતત્ય વગરનું છે તેણે લખનઉ સામે અણનમ 38 રન કર્યા હતા.
ઈજાને લીધે બટલરનું રમવું હજુ અનિશ્ચિત
રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન રિયાન પરાગ અને હેટમાયર કોઈપણ બોલિંગને દિશાહીન બનાવી ફટકારી શકે છે. બટલરનું રમવું ઈજાને લીધે હજુ અનિશ્ચિત છે. પણ જો તે ફીટ થશે તે કોલકાતાને પડકારને સામનો કરવો પડશે. જયસ્વાલ હવે વધુ ને વધુ મોટી ઈનિંગ રમે તેવી આશા રખાય છે.
કોલકાતા કરતા રાજસ્થાનની બોલિંગ લાઈન ચઢિયાતી
કોલકાતા કરતા રાજસ્થાનની બોલિંગ લાઈન અપ સ્પષ્ટ જોઈ શકાય તેવી ચઢિયાતી અને સમતોલ છે તેઓ પાસે બોલ્ટ, અવેશખાન, ચહલ, મહારાજ છે ફીટ પણ થઈ ગયો હશે તો અશ્વિન પણ રમશે. કોલકાતામાં સ્ટાર્ક ઉપરાંત વરૂણ ચક્રવર્તી, રહેમાન, રસેલ મુખ્ય બોલર છે. મેચ સાંજે 7.30થી રમાશે.