Asian Games 2023 : એશિયાડમાં ભારતનું ધમાકેદાર પ્રદર્શન, શૂટિંગ ટીમે અપાવ્યો વધુ એક ગોલ્ડ

આ સાથે ભારતની મેડલની સંખ્યા 24 પર પહોંચી

ભારતે અત્યારસુધીમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 10 બ્રોન્ઝ જીત્યા

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : એશિયાડમાં ભારતનું ધમાકેદાર પ્રદર્શન, શૂટિંગ ટીમે અપાવ્યો વધુ એક ગોલ્ડ 1 - image


Asian Games Hangzhou 2023 : એશિયન ગેમ્સનો આજે પાંચમા દિવસે ભારતે વુશુમાં સિલ્વર મેડલ જીતીને શાનદાર શરુઆત કરી છે ત્યારે હવે ભારતે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. ભારત માટે સરબજોત સિંહ (Sarabjot Singh), અર્જુન સિંહ ચીમા (Arjun Singh Cheema) અને શિવા નરવાલે (Shiva Narwal) પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે ભારતે આજે બે મેડલ (India has won two medals today) જીત્યા છે, આ પહેલા રોશિબિના દેવી (Roshibina Devi)એ વુશુમાં સિલ્વર મેડલ (Roshibina Devi has won a silver medal in Wushu) જીત્યો છે. આ સાથે જ મેડલની સંખ્યા 24 પર પહોંચી ગઈ છે જેમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 10 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. 

આજે પાંચમા દિવસે ઘણા ખેલાડીઓ પાસેથી મેડલની અપેક્ષા

એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે અને ચાર દિવસમાં ભારતે 22 મેડલ (India has won 22 medals in four days) જીત્યા છે ત્યારે ભારતે પાંચમા દિવસે પણ સારી શરુઆત કરતા વુશુમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. આજે પાંચમા દિવસે પણ ઘણા ખેલાડીઓ પાસેથી મેડલની (Medals are expected from many players on the fifth day as well) અપેક્ષા છે. ભારતે શૂટિંગ અને ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીત્યા છે અને આજે પણ આ બે રમતમાં મેડલની આશા સૌથી વધુ છે. ભારતને એશિયન ગેમ્સના પ્રથમ દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ અને ચોથા દિવસે આઠ મેડલ મળ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News