4,6,6,6,4,6... શેફર્ડે નોર્ખિયાને ધોઈ નાંખ્યો, છેલ્લી ઓવરમાં 32 રન કરીને તોડ્યો રિંકુ સિંહનો રેકોર્ડ
MI vs DC, IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનના 20માં મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીને 29 રને હરાવ્યું છે. રવિવારે (7 એપ્રિલ) વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીને જીત માટે 235 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતા દિલ્હી આઠ વિકેટ પર 205 રન જ બનાવી શક્યું. મુંબઈ ઈન્ડિયન્સની આ લીગમાં પહેલી જીત છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રણ મેચમાં હાર મળી હતી. ત્યારે, દિલ્હી કેપિટલ્સની આ પાંચ મેચોમાં ચોથી હાર રહી છે.
આઈપીએલની 20મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ રમાઈ હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં રોમારિયો શેફર્ડની શાનદાર બેટિંગ જોવા મળી હતી. તેમણે મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની છેલ્લી ઓવરમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 32 રન બનાવ્યા હતા. તે વાનખેડે ખાતે આઈપીએલનો બીજો સર્વોચ્ચ સ્કોર બન્યો. મુંબઈની ટીમે દિલ્હીને 235 રનનો લક્ષ્ય આપ્યું હતું.
રિંકુ સિંહનો રેકોર્ડ તૂટ્યો
આઈપીએલમાં મુંબઈનો આ ત્રીજો સૌથી મોટો સ્કોર છે. રોમારિયો શેફર્ડે 32 રન બનાવીને રિંકુ સિંહનો રેકોર્ડ તોડ્યો છે. આઈપીએલ મેચમાં છેલ્લી ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રવિન્દ્ર જાડેજાના નામે છે.
આઈપીએલ 2021માં આરસીબી સામે જાડેજાએ હર્ષલ પટેલની ઓવરમાં 36 રન બનાવ્યા હતા. રોમારિયો શેફર્ડે દિલ્હી સામે 32 રન બનાવીને રિંકુ સિંહનો રેકોર્ડ તોડ્યો હતો. કોલકાતા નાઈટ રાઇડર્સના રિંકુ સિંહે આઈપીએલ 2023માં ગુજરાત ટાઈટન્સ સામે યશ દયાલની ઓવરમાં 5 છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા.
એનરિક નોર્ખિયાની છેલ્લી ઓવર
એનરિક નોર્ખિયાએ 20મી ઓવરમાં રોમારિયો શેફર્ડે 4,6,6,6,4,6 રન ફટકાર્યાં હતા. આમ તેમણે 20મી ઓવરમાં 32 રન બનાવ્યા હતા. જેને પગલે ટીમ 234 રન પર પહોંચી ગઈ હતી.
વાનખેડેમાં સર્વોચ્ચ સ્કોર
મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 234 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો રેકોર્ડ તોડવામાં ચૂકી ગઈ હતી. વાનખેડેમાં ટોપ સ્કોરનો રેકોર્ડ આરસીબીના નામે છે. તેમણે 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 1 વિકેટે 235 રન બનાવ્યા હતા.