Get The App

રોહિત શર્માની પત્ની રીતિકા થઈ ટ્રોલ, પેલેસ્ટાઈનના સમર્થનમાં મૂકી હતી પોસ્ટ, પછી ડિલીટ કરી

Updated: May 29th, 2024


Google NewsGoogle News
રોહિત શર્માની પત્ની રીતિકા થઈ ટ્રોલ, પેલેસ્ટાઈનના સમર્થનમાં મૂકી હતી પોસ્ટ, પછી ડિલીટ કરી 1 - image


Image Source: Twitter

All Eyes On Rafah: સોશિયલ મીડિયા પર 'All Eyes On Rafah' નામની પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટને અનેક ઈન્ટરનેટ યૂઝર્સે શેર કરી છે. તેમાં ઘણા ભારતીય સેલિબ્રિટી પણ સામેલ છે.  અભિનેતા વરુણ ધવન, એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી સહિત અનેક લોકોએ પેલેસ્ટાઈનના સમર્થનમાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ સ્ટોરી શેર કરી છે. બીજી તરફ ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહે પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી. જોકે, બાદમાં આ સ્ટોરી ડિલીટ કરી દીધી. પરંતુ હવે આ પોસ્ટને લઈને રીતિકા ટ્રોલ થઈ રહી છે. 

રોહિત શર્માની પત્ની રીતિકા થઈ ટ્રોલ

કેટલાક યૂઝર્સે કહ્યું કે, શું રીતિકાએ ક્યારેય આવું કાશ્મીરી પંડિતોના સમર્થનમાં કર્યું છે? શું તેણે ક્યારેય પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુઓ અંગે વાત કરી. જોકે, બીજી તરફ કેટલાક ઈન્ટરનેટ યૂઝર્સ એવા પણ છે જેઓ રીતિકાની આ પોસ્ટનું સમર્થન કરતા નજર આવી રહ્યા છે. તેમણે રીતિકાની પ્રશંસા કરી. રીતિકા પોતાની ઈન્સ્ટા સ્ટોરીના કારણે આજે પણ ચર્ચામાં રહી અને ટ્વીટર પર તેનું નામ ટ્રેન્ડ થવા લાગ્યું. 

 ઈઝરાયલી હુમલામાં 45 પેલેસ્ટિનિયનોના મોત 

ગાઝાના રફાહમાં શરણાર્થી શિબિરો પર રવિવારે રાત્રે થયેલા ઈઝરાયલી હુમલામાં 45 પેલેસ્ટિનિયનોના મોત થઈ ચૂક્યા છે. ત્યાં મૃતકોમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા વધુ છે. મીડિયા રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ગાઝામાં ઈઝરાયલના ચાલી રહેલા યુદ્ધ પર લોકોનું ધ્યાન આકર્ષિત કરનારી 'All Eyes On Rafah' તસ્વીરને ઈન્સ્ટાગ્રામ પર 24 કલાકથી ઓછા સમયમાં 3 કરોડથી વધુ વખત શેર કરવામાં આવી છે. 



Google NewsGoogle News