કેપ્ટન્સીના ભારણ હેઠળ દબાયો 'હિટમેન'! આ યાદીમાં વિરાટ કોહલી નંબર-1 પોઝિશન પર
Rohit Sharma : ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા વનડે અને T20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ જ્યારે ટેસ્ટ ક્રિકેટની વાત આવે છે ત્યારે રોહિત કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. રોહિત શર્માએ કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 20 મેચ રમી છે. જો છેલ્લા 50 વર્ષમાં ભારતની કેપ્ટનશીપ કરનાર ખેલાડીઓની પહેલી 20 મેચોની સરખામણી કરવામાં આવે તો રોહિત શર્મા ટોપ-5માં પણ આવતો નથી. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ રન બનાવનારા બેટરોની યાદીમાં વિરાટ કોહલી ટોચ પર છે.
ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે રોહિત શર્માએ પોતાની પહેલી 20 મેચોમાં 35.11ની સરેરાશથી 1194 રન બનાવ્યા છે. રન અને સરેરાશના મામલે તે આ તાળીમાં 7મા નંબર પર છે. જોકે કેપ્ટન્શીપ વિના ટેસ્ટ મેચમાં રોહિત શર્માનું પ્રદર્શન સારું રહ્યું છે. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં ફક્ત બેટર તરીકે 43 મેચ રમી છે. જેમાં તેણે 46.87ની સરેરાશથી 3047 રન બનાવ્યા છે. આ આંકડાઓ જોતા સ્પષ્ટ થાય છે કે હિટમેન ટેસ્ટમાં કેપ્ટનશીપનો બોજ ઉઠાવવા સક્ષમ નથી.
આ પણ વાંચો : પાકિસ્તાન ક્રિકેટ જગતમાં હડકંપ, ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કોચે ધરી દીધું રાજીનામું
જો આપણે પહેલી 20 ટેસ્ટ મેચોમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટરોને જોઈએ તો આ યાદીમાં વિરાટ કોહલીનું નામ નંબર વન છે. કોહલીએ તેની પહેલી 20 મેચમાં 60થી વધુની સરેરાશથી 1861 રન બનાવ્યા હતા. જો આપણે પહેલી 20 ટેસ્ટ મેચોમાં શ્રેષ્ઠ સરેરાશની વાત કરીએ તો આ યાદીમાં સુનીલ ગાવસ્કર વિરાટ કોહલી કરતા આગળ છે. ગાવસ્કરે કેપ્ટન તરીકે તેની પહેલી 20 ટેસ્ટ મેચોમાં 62.62ની સરેરાશથી 1816 રન બનાવ્યા હતા.
છેલ્લા 50 વર્ષમાં કેપ્ટન તરીકે પહેલી 20 ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન
ખેલાડી | મેચ | રન | સરેરાશ |
વિરાટ કોહલી | 20 | 1861 | 60.03 |
સુનીલ ગાવસ્કર | 20 | 1816 | 62.62 |
સચિન તેંડુલકર | 20 | 1630 | 54.33 |
એમએસ ધોની | 20 | 1226 | 51.08 |
રાહુલ દ્રવિડ | 20 | 1418 | 45.74 |
મોહમ્મદ અઝહરુદ્દીન | 20 | 1287 | 44.37 |
રોહિત શર્મા | 20 | 1194 | 35.11 |
સૌરવ ગાંગુલી | 20 | 949 | 33.89 |
કપિલ દેવ | 20 | 747 | 24.09 |
બિશન સિંહ બેદી | 20 | 285 | 15 |