હવે નિર્ણય નહીં બદલે રોહિત શર્મા? BCCI સાથે નિવૃત્તિની ચર્ચા થઈ ગઈ હોવાનો દાવો
Rohit Sharma : વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા હાલમાં ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લેશે તેવી અટકળો લગાવાઈ રહી છે. હવે એક મીડિયા રિપોર્ટ અનુસાર, વર્તમાન ટુર્નામેન્ટ બાદ રોહિત પોતાની કારકિર્દીનો એક મોટો નિર્ણય લેશે. અહીં તમને જણાવી દઈએ કે તેની કેપ્ટનશીપમાં ભારત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યું છે. તો બીજી તરફ તેનું વ્યક્તિગત પ્રદર્શન પણ કંઈ ખાસ રહ્યું નથી. તેણે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની 5 ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવ્યા હતા.
શું રોહિત ક્રિકેટને અલવિદા કહેશે?
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, BCCIના વરિષ્ઠ અધિકારી અને પસંદગીકારોએ આગાઉથી જ રોહિત સાથે વાત કરી લીધી હતી. અને હવે માનવામાં આવી રહ્યું છે કે, રોહિત પોતાનો આ નિર્ણય બદલશે નહી. જો કે હજુ સુધીમાં નિવૃત્તિની તારિખ સામે આવી નથી. રોહિત સિડની ટેસ્ટ પછી તેની ટેસ્ટ કારકિર્દીને અલવિદા કરી શકે છે. જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી જાય છે, તો રોહિત થોડો વધુ સમય સુધી કેપ્ટન તરીકે રહેવા માટે પસંદગીકારો સાથે વાત કરી શકે છે.
રોહિતનું સીરિઝમાં નિરાશાજનક પ્રદર્શન
ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટમાં ભારતની હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, 'આ હારથી હું ખૂબ દુખી છું.' એક તરફ જસપ્રીત બુમરાહ છે કે, જેણે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં એકલા હાથે 30 વિકેટ ઝડપી હતી. બીજી તરફ રોહિત શર્મા છે કે જેણે માત્ર 31 રન બનાવ્યા હતા. કદાચ હવે રોહિતની ટેસ્ટ નિવૃત્તિ દૂર નથી પરંતુ તે સિડની ટેસ્ટમાં લડ્યા વિના ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા માંગતો નથી.
ઓસ્ટ્રેલિયા સીરિઝમાં 2-1 આગળ
મેલબર્ન ટેસ્ટમાં ભારતનો 184 રને પરાજય થયો હતો. જેના કારણે ઓસ્ટ્રેલિયન ટીમે પાંચ મેચની સીરિઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. રોહિત શર્માએ હાર પર કહ્યું કે, એવી ઘણી વસ્તુઓ છે કે જે અમારા અનુસાર નથી ચાલી રહી. આ હાર માનસિક રીતે ચોંકાવનારી છે.