થઈ ગયું કન્ફર્મ! રોહિત શર્મા પર્થ ટેસ્ટમાં નહીં રમે, બોલર કરશે કેપ્ટનશીપ
IND Vs AUS, Rohit Sharma : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પર્થમાં પહેલી ટેસ્ટ મેચ રમાશે. જેને લઈને ભારતીય ટીમ પર્થમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી રહી છે. હવે કેપ્ટન રોહિત શર્માને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. તાજેતરમાં રોહિત બીજી વખત પિતા બન્યો છે. તેના વિશે પહેલાથી જ અટકળો ચાલી રહી હતી. પરંતુ હવે એ વાત કન્ફર્મ થઈ રહી છે કે રોહિત શર્મા બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ નહીં રમે.
જસપ્રિત બુમરાહ કરશે કેપ્ટનશીપ
એક અહેવાલ અનુસાર રોહિત શર્મા પહેલી ટેસ્ટ મેચ રમશે નહી. BCCIએ આ અંગેની માહિતી આપી છે. અને તે બીજી ટેસ્ટ મેચમાં રમી શકે છે. જો ક, ઘણાં ભૂતપૂર્વ ક્રિકેટરોએ રોહિત વિશે કહ્યું હતું કે, તેની ટીમને વધુ જરૂર છે. અને તેણે સીરિઝની બધી મેચો રમવી જોઈએ. પરંતુ હવે રોહિત પહેલી મેચ રમતો ચૂકી જવાનો છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઝડપી બોલર જસપ્રિત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હોવાથી તે હવે પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે.
BCCIને રોહિતે શું કહ્યું?
રોહિત શર્માએ BCCIને જણાવ્યું છે કે, 'આ અઠવાડિયાની શરૂઆતમાં તેના બીજા બાળકનો જન્મ થયા બાદ મારે પત્ની સાથે વધુ સમય વિતાવવાની જરૂર છે.' આ સાથે 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થનારી બીજી મેચમાં રોહિત રમતો દેખાશે.
રોહિતનું સ્થાન લેશે આ ખેલાડી
આ સિવાય પસંદગીકારોએ ઇન્ડિયા A ટીમ સાથે પ્રવાસ પર ગયેલા દેવદત્ત પડિક્કલને રોહિતની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયામાં જ રહેવા માટે કહ્યું છે. પર્થના ઓપસ સ્ટેડિયમમાં રમાનાર પહેલી ટેસ્ટ મેચ માટે રોહિતના સ્થાને પડિક્કલને 18 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવશે.