Get The App

તો રોહિત શર્મા બાર્બાડોસના દરિયામાં કૂદી પડશે: સૌરવ ગાંગુલી

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
Rohit Sharma Sourav Ganguly

Sourav Ganguly on Rohit Sharma: T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવાથી ભારતીય ટીમ બસ એક જીત દૂર છે. આજે બાર્બાડોસમાં ભારતીય ટીમ અને આફ્રિકાની ટક્કર થશે. ત્યારે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રોહિત શર્માને લઈને એક નિવેદન આપ્યું છે. જેને લઈને હાલ ચર્ચા થઈ રહી છે.

ભારત પાસે 17 વર્ષનો દુષ્કાળ ખતમ કરવાની તક

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં બીજી વખત ચેમ્પિયન બનવાને નજીક છે. ભારત 2014થી એક પણ ICC ટ્રોફી જીતી શક્યું નથી. છેલ્લે 11 વર્ષ પહેલા 2013માં ધોનીની આગેવાની હેઠળ ટીમ ચેમ્પિયન ટ્રોફીમાં વિજેતા બની હતી. નોંધનીય છે કે ભારતીય ટીમે ધોનીની કેપ્ટનશિપ હેઠળ જ પ્રથમ T20 વર્લ્ડ કપ 2007માં જીત્યો હતો. એટલે કે ટીમ પાસે હવે 17 વર્ષનો દુષ્કાળ ખતમ કરવાની પણ તક છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગ્જ સૌરવ ગાંગુલીએ રોહિત શર્માની કેપ્ટનશિપના વખાણ કરીને આશા વ્યક્ત કરી છે કે ટીમ ફરીથી T20 વર્લ્ડ ચેમ્પિયન બનશે. 

તો રોહિત બાર્બાડોસના દરિયામાં કૂદી પડશે : સૌરવ ગાંગુલી

આ ઉપરાંત ગાંગુલીએ રોહિતને લઈને એક એવું નિવેદન આપ્યું છે. જેની ચર્ચા વધુ થઈ રહી છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, 'વર્લ્ડ કપ જીતવાથી વધુ સન્માન મળે છે અને મને આશા છે કે રોહિત શર્મા શનિવારે આવું જ કરશે, મને નથી લાગતું કે રોહિત સાત મહિનામાં વર્લ્ડ કપની બીજી ફાઈનલ હારી શકે. જો તે સાત મહિનામાં તેની કેપ્ટનશિપ હેઠળ બે ફાઈનલ હારી જશે તો તે કદાચ બાર્બાડોસ દરિયામાં કૂદી પડશે.' આગળ જણાવતા ગાંગુલીએ કહ્યું કે 'રોહિતે આ વર્લ્ડ કપમાં ટીમનું શાનદાર નેતૃત્વ કર્યું છે તેમજ શાનદાર બેટિંગ કરી છે અને મને આશા છે કે ફાઈનલમાં પણ આપણને કંઈક આવું જ જોવા મળશે.'

આ પણ વાંચો : T20 વર્લ્ડકપ ફાઈનલમાં કોણ જીતશે? પોપટે કરી ભવિષ્યવાણી

રોહિતની કેપ્ટનશિપ હેઠળ ભારત ત્રણ વખત ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું

નોંધનીય છે કે ભારત રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ત્રણ વખત ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું છે; જો કે, ટીમને 2023માં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે સતત હારનો સામનો કરવો પડ્યો હતો. 2022ના T20 વર્લ્ડ કપમાં ભારતીય કેપ્ટન તરીકેની તેની પ્રથમ ટુર્નામેન્ટમાં, ભારત સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારી ગયું હતું. ત્યારે હવે બાર્બાડોસમાં રમાનારી ફાઈનલ રોહિત માટે આ આઈસીસી ફોર્મેટમાં ભારતને ટાઈટલ અપાવવાની છેલ્લી તક હોઈ શકે છે.

તો રોહિત શર્મા બાર્બાડોસના દરિયામાં કૂદી પડશે: સૌરવ ગાંગુલી 2 - image


Google NewsGoogle News