T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા તોડશે કોહલીનો મહારેકોર્ડ, આટલા રન થતા જ રચાશે ઈતિહાસ
Image: Facebook
Rohit Sharma: રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ 2024માં તોફાની ફોર્મમાં રહ્યો છે. જ્યારે-જ્યારે ટીમ ઈન્ડિયા ફસાઈ રોહિત ચાલ્યો. ખાસ વાત તો એ પણ રહી કે રોહિતે પોતાની બેટિંગ દરમિયાન કોઈ પણ પ્રકારના રેકોર્ડની ચિંતા કરી નથી. રોહિતનું બેટ જ્યારે ચાલ્યું તો તે એકદમ બિન્દાસ્ત અંદાજમાં નજર આવ્યો.
રોહિત શર્મા તોડશે કોહલીનો આ રેકોર્ડ!
રોહિત શર્માએ આ ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 7 મેચમાં 248 રન બનાવ્યાં છે. આ દરમિયાન તેની એવરેજ 41.33 અને સ્ટ્રાઈક રેટ 155.97 છે. તે ફાઈનલમાં 72 રન બનાવશે, તો કોઈ પણ ટી20 વર્લ્ડમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.
વિરાટ કોહલીએ બાંગ્લાદેશમાં 2014 વર્લ્ડ કપમાં 319 રન બનાવ્યા અને તે બાદ ઓસ્ટ્રેલિયામાં 2022 વર્લ્ડ કપ સીઝનમાં 296 રન બનાવ્યા. 2014માં તેમના દ્વારા બનાવવામાં આવેલા 319 રન 106.33ના એવરેજથી આવ્યા હતા. જે કોઈ પણ બેટ્સમેન દ્વારા એક વર્લ્ડ કપ સીઝનમાં સૌથી વધુ રન છે.
T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની સફર
- ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે ઓપનિંગ મેચમાં 52 રનની ઈનિંગ રમી
- પાકિસ્તાન સામે ન્યૂયોર્કમાં રોહિત શર્મા 13 રન બનાવી શક્યો
- અમેરિકા સામે ન્યૂયોર્કમાં હિટમેન 3 રન બનાવીને સૌરભ નેત્રવલકરનો શિકાર બન્યો.
- અફઘાનિસ્તાન સામે રોહિત 8 રન જ બનાવી શક્યો હતો
- બાંગ્લાદેશ સામે રોહિતે 23 રનની ઈનિંગ રમી હતી
- ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્માએ 41 બોલ પર 92 રનની તોફાની ઈનિંગ રમી હતી. રોહિત એક સમયે સૌથી ઝડપી તોફાની સદી રેકોર્ડ બનાવવાના નજીક હતો.
- રોહિતે ઈંગ્લેન્ડ સામે સેમિ ફાઈનલ મેચમાં 39 બોલ પર 57 રન બનાવ્યા હતા.