Get The App

ટીમ માટે સારું હશે એ જ કર્યું હશે, T20માં નિવૃત્તિ બાદ રોહિત શર્માની પત્ની રીતિકાએ ઇન્સ્ટાગ્રામ પર મૂકી ઈમોશનલ પોસ્ટ

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
rohit sharma ritika sajdeh


ભારતે બીજી વખત T20 વર્લ્ડકપ જીત્યા બાદ ક્રિકેટર્સ અને ભારતીય ક્રિકેટપ્રેમીઓએ જબરદસ્ત ઉજવણી કરી હતી. એક લાંબી રાહ જોયા પછી આવો દિવસ ભારતીય ક્રિકેટમાં જોવા મળ્યો. બીસીસીઆઈ દ્વારા પણ ક્રિકેટર્સને કુલ મળીને 125 કરોડ જેટલા ઇનમોની જાહેરાત કરવામાં આવી. 

ભારે રસાકસી બાદ 7 રને મેચ જીત્યા બાદ કેટલાક ક્રિકેટર્સ મેચ મેદાન પર જ રડવા લાગ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન હાર્દિક પંડયા પણ ભાવુક થઈ ગયા હતા. કેપ્ટન રોહિત શર્માની આ ત્રીજી ICC ટુર્નામેન્ટ ફાઇનલ હતી. અગાઉ તેની કેપ્ટન્સીમાં ભારત WTC અને વર્લ્ડકપ 2023માં ફાઇનલમાં હારી ચૂક્યું છે. કેપ્ટન રોહિત સતત ત્રીજી ICC ટુર્નામેન્ટ ફાઇનલ ન હારે એ માટે તેણે અને આખી ટીમે જીવ રેડી દીધો હતો. 

કેપ્ટન રોહિત શર્માની પત્ની રીતિકા સજદેએ હવે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને ફેન્સને ભાવુક કરી દીધા છે. આ પોસ્ટમાં તેણે પતિ રોહિતને અભિનંદન પાઠવ્યા છે. તેણે લખ્યું છે કે. 'રો! મને ખ્યાલ છે કે આ તારા માટે ખૂબ મહત્વની ટુર્નામેંટ હતી. આ ફોરમેટ, આ કપ, આ ખેલાડીઓ અને આ સફર જેનું તે હંમેશા સ્વપ્ન જોયું હતું. એણે તારા હ્રદય, શરીર અને મન પર કેવી અસર કરી છે એ પણ હું જાણું છું. પણ તને આ સપનું પૂરું કરતાં જોવો એ ખૂબ ભાવુક અને પ્રેરણાદાયી ક્ષણ છે. તે જે મેળવ્યું છે એ માટે પત્ની તરીકે મને ખૂબ ગર્વ છે. એક ક્રિકેટપ્રેમી તરીકે તને ફરી આ ફોરમેટ છોડતા જોવો દુઃખ આપે છે પરંતુ તે આ નિર્ણય લેતા પહેલા ઘણું વિચાર્યું હશે અને ટીમ માટે જે સારું હશે એ જ કર્યું હશે. હું તને ખૂબ પ્રેમ કરું છું અને ગર્વથી કહું છું કે તુ મારો છે.' 



Google NewsGoogle News