રોહિત શર્માની ઘડિયાળની કિંમત કેટલા કરોડ? આટલામાં તો અમદાવાદમાં ભવ્ય ફ્લેટ આવી જાય!
Rohit Sharma Watch: ભારતે કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં બીજો T20 વર્લ્ડકપ જીત્યો હતો. આ સાથે તે ભારત માટે વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર કેપ્ટન તરીકે કપિલ દેવ અને એમએસ ધોનીની હરોળમાં જોડાયો છે. કારણ કે તેણે 29 જૂને બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ 2024માં ટીમનું નેતૃત્વ કર્યું હતું. ત્યાર પછી કેપ્ટન તરીકે તે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપતો જોવા મળ્યો હતો. ટ્રોફી સાથે રોહિત શર્માના ફોટોશૂટના ફોટોઝ પણ વાયરલ થઈ ગયા હતા.
વર્લ્ડ કપ જીત્યા પછી, રોહિતે બાર્બાડોસમાં એક રમણીય સ્થળે ટ્રોફી સાથે પરંપરાગત ફોટો શૂટમાં હાજરી આપી હતી. આ ફોટોશૂટમાં તે પથ્થર પર બેસેલો અને ભારતીય જર્સીમાં દેખાય છે. આ માટે તેણે એક વિશેષ ઘડિયાળ પહેરી હતી. આ ઘડિયાળ ઓડેમર્સ પીગેટ રોયલ ઓક પરપેચ્યુઅલ કેલેન્ડર જેવુ મસમોટું નામ ધરાવે છે. અને એવી જ ધરખમ એની કિંમત પણ છે. (Audemars Piguet Royal Oak Perpetual Calendar) હિટમેનનો સમય સારો ચાલે છે અને એવા જ સમયે તેણે તેની આશરે INR 1.5 કરોડની વોચ પહેરીને લોકોનું ધ્યાન પણ ખેંચ્યું હતું.
આખી દુનિયામાં માત્ર 150 ઘડિયાળ
નોંધનીય છે કે સમગ્ર વિશ્વમાં આ ટાઈમપીસના માત્ર 150 આર્ટીકલ જ ઉપલબ્ધ હતા. રોહિતની લક્ઝરીયસ લાઈફના પ્રતીક સમાન આ વોચ શરૂઆતમાં જાપાનીઝ માર્કેટ માટે તૈયાર કરવામાં આવી હતી. પરંતુ ઝડપથી 2021 માં તેની વૈશ્વિક માર્કેટમાં એન્ટ્રી થઈ હતી. આ ઘડિયાળની વિશિષ્ટતાઓમાં બ્રેસલેટ સાથે ટાઇટેનિયમ કેસ, સૅલ્મોન ગ્રાન્ડ ટેપીસેરી ડાયલ અને કાયમી કૅલેન્ડર ગ્રાન્ડ કોમ્પ્લિકેશનનો સમાવેશ થાય છે.
વિરાટ કોહલીએ પણ પહેરી હતી વૈભવી ઘડિયાળ
ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલી પણ IPL 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમતી વખતે ઓડેમાર્સ પિગ્યુટની પર્પેચ્યુઅલ કેલેન્ડર ઘડિયાળ પહેરીને રમતો જોવા મળ્યો હતો. તેણે પ્લેટિનમમાં 39 mm ઓડેમાર્સ પિગ્યુટ રોયલ ઓક ઓપનવર્ક્ડ પર્પેચ્યુઅલ કેલેન્ડર પસંદ કર્યું હતું. Patek Philippe વિશ્વભરના ઘણા ક્રિકેટરો અને સેલિબ્રિટીઓ માટે વૈભવી ઘડિયાળ રહી છે.