VIDEO: હિટમેનને 'ગ્રાન્ડ સેલ્યુટ', મિત્રોએ ખભા પર ઊંચકી લીધો, જુઓ ઘરે કેવું ભવ્ય સ્વાગત થયું
Team India Victory Parade: T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતીને સ્વદેશ પરત ફરેલી ભારતીય ક્રિકેટ ટીમનો વિજયી જશ્ન ચોથી જુલાઈએ લગભગ 16 કલાક સુધી ચાલ્યો હતો. ગુરૂવારે સવારે 6.10 વાગ્યે બાર્બાડોસથી દિલ્હી પહોંચેલી ભારતીય ટીમ પહેલા વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી અને પછી મુંબઈમાં વર્લ્ડકપ જીતવાની ઉજવણી કરી હતી. જ્યારે મરીન ડ્રાઈવ ખાતે વિજયી પરેડ યોજાઈ ત્યારે વાનખેડે ખાતે ખેલાડીઓને 125 કરોડ રૂપિયાના ચેકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે રોહિત શર્મા તેના ઘરે પહોંચ્યો ત્યારે તિલક વર્મા સહિતના મિત્રો તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
રોહિત શર્માના સ્વાગત માટે સૌ પ્રથમ મિત્રોએ લાઈનમાં ઊભા રહીને ગ્રાન્ડ સેલ્યુટ આપી હતી. ત્યારબાદ બધા મિત્રોએ તેમને ખભા પર ઊંચકી લીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: VIDEO:વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ કર્યો ડાન્સ, રોહિતે હાર્દિક-સૂર્યાના કર્યા વખાણ
આ ટ્રોફી આખા દેશ માટે છેઃ રોહિત
વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માએ દરેકનો આભાર વ્યક્ત કરી કહ્યું કે, ‘જ્યારથી અમે ભારતમાં આવ્યા છીએ ત્યારથી અદ્ભુત ખુશી થઈ રહી છે. આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે. વડાપ્રધાનને મળવું એ ખૂબ જ સન્માનની વાત હતી. ટીમ અને BCCI વતી હું દરેકનો આભાર માનું છું. હું ખરેખર ખૂબ જ ખુશ અને રાહત અનુભવું છું.’