VIDEO: 'મુંહ પે દેગા તો દેતા હું ના' સ્ટમ્પ માઇકમાં પકડાયો રોહિતનો અવાજ, પછી બીજા જ બોલને ફટકાર્યો

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
T20 Cricket World Cup 2024 Semi-Final match Suryakumar Yadav and captain Rohit Sharma run between the wickets
Image : IANS

T20 World Cup 2024, IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી સેમિ ફાઈનલ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો. આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમોએ પોતાની પ્લેઇંગ 11ના ખેલાડીઓમાં કોઈ બદલાવ કર્યો ન હતો. મેચ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો એક ઓડીઓ સોશિયલ મીડિયા ઉપર ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

સ્ટમ્પ માઇકમાં રોહિતની વાત રેકોર્ડ થઇ

લિયામ લિવિંગસ્ટની ઓવર દરમિયાન રોહિત શર્મા અને સુર્યકુમાર યાદવ વચ્ચેની વાતચીત માઈકમાં કેદ થઇ ગઈ હતી. જેમાં રોહિત શર્માએ સૂર્યાને કહી રહ્યો હતો કે, 'તેને ઉપર બોલ ફેંક્વા દે, જો પછી હું તેને બતાવીશ'. આ પછી તેણે બીજા જ બોલ પર લોંગ ઓફ પર સિક્સર ફટકારી હતી.

આ પણ વાંચો: 10 વર્ષમાં 10 ICC ટુર્નામેન્ટ, દરેક વખતે ખિતાબ જીતતાં ચૂક્યાં, ભારત પાસે માયાજાળ તોડવાની તક

રોહિતે ફિફ્ટી ફટકારી


ઇંગ્લેન્ડની સામે રોહિત શર્માએ ધુંઆધાર બેટિંગ કરી 39 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે. આ ઇનિંગ દરમિયાન તેણે ઘણાં રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

સૌથી વધુ રન કરનાર ભારતીય કેપ્ટન  

12883 રન – વિરાટ કોહલી

11207 રન – એમએસ ધોની

8095 રન – મોહમ્મદ અઝહરુદ્દીન

7643 રન – સૌરવ ગાંગુલી

5013+ રન – રોહિત શર્મા


Google NewsGoogle News