World Cup 2023 : ન્યુઝીલેન્ડ સામે જીત બાદ જોવા મળ્યો રોહિત-કોહલી વચ્ચે બ્રોમાંસ, જુઓ વીડિયો

ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું

ભારત તરફથી વિરાટે શાનદાર 95 રનની ઇનિંગ રમી હતી

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ન્યુઝીલેન્ડ સામે જીત બાદ જોવા મળ્યો રોહિત-કોહલી વચ્ચે બ્રોમાંસ, જુઓ વીડિયો 1 - image
Image:File Photo

World Cup 2023 IND vs NZ :  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ODI World Cup 2023ની 21મી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 20 વર્ષ બાદ હરાવ્યું હતું. ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ સૌથી પહેલા વિરાટ કોહલીને ભેટી(RohitSharma Hugs Virat Kohli After Winning Against New Zealand)ને જીતની ઉજવણી કરી હતી. સોશ્યલ મીડિયા પર જયારે બંનેની આ તસવીર સામે આવી તો ક્રિકેટ ફેન્સ ખુબ જ ખુશ થયા હતા. રોહિત અને કોહલીના આ અંદાજે ફેન્સના દિલ જીતી લીધા હતા. 

કોહલી અને રોહિત એક જ કારમાં ફરવા નીકળ્યા

મેચના બીજા દિવસે કોહલી અને રોહિત એક જ કારમાં ફરવા માટે જતા પણ જોવા મળ્યા હતા. ફેન્સ સતત સોશ્યલ મીડિયા પર કોહલી અને રોહિતના આ નવા બ્રોમાંસની ચર્ચા કરી રહ્યા છે. ICC ટુર્નામેન્ટમાં ભારતે ન્યુઝીલેન્ડને છેલ્લે ODI World Cup 2003માર હરાવ્યું હતું. ભારત તરફથી વિરાટે શાનદાર 95 રનની ઇનિંગ રમી હતી. આ મહત્વપૂર્ણ ઇનિંગના કારણે ભારત 20 વર્ષ ન્યુઝીલેન્ડને હરાવવામાં સફળ થયું હતું. જયારે રોહિત શર્માએ 46 રન બનાવ્યા હતા.

શમીને મળ્યો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ

રોહિત શર્માએ ભલે 50 રન બનાવવાથી ચુકી ગયો હતો પરંતુ તે એક કેલેન્ડર યરમાં વનડેમાં 50 છગ્ગા મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો. આ ઉપરાંત ODI World Cup 2023માં પોતાની પ્રથમ મેચ રમનાર મોહમ્મદ શમીએ જબરદસ્ત બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. શમી ODI World Cupના ઈતિહાસમાં બે વખત 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો હતો. શમીને તેની જબરદસ્ત બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. 

World Cup 2023 : ન્યુઝીલેન્ડ સામે જીત બાદ જોવા મળ્યો રોહિત-કોહલી વચ્ચે બ્રોમાંસ, જુઓ વીડિયો 2 - image


Google NewsGoogle News