આ ભારતીય '100' T20 મેચ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો, '0' પર આઉટ થવાનો પણ બનાવ્યો રેકૉર્ડ

ભારતનો અફ્ધાનિસ્તાન સામે પ્રથમ T20માં છ વિકટે વિજય થયો હતો

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
આ ભારતીય '100' T20 મેચ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો, '0' પર આઉટ થવાનો પણ બનાવ્યો રેકૉર્ડ 1 - image


Rohit Sharma Record in T20I cricket : ભારત અને અફ્ઘાનિસ્તાન વચ્ચે ગરુવારે ત્રણ મેચની સીરિઝનો પ્રથમ T20 મેચ મોહાલીમાં રમાયો હતો જેમાં ભારતનો છ વિકેટથી વિજય થયો હતો. આ મેચમાં 14 મહિના બાદ ભારતીય T20 ટીમમાં વાપસી કરનાર કેપ્ટન રોહિત શર્મા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને તે ઈનિંગની બીજા જ બોલ પર રન આઉટ થયો હતો. આ સાથે રોહિતે એક દુર્લભ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો હતો.

હિટમેન સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ભારતીય ખેલાડી

મોહાલી રામાયેલી સીરિઝની પ્રથમ ટી20 મેચમાં રેહિત શૂન્ય રન પર આઉટ થયો હતો, જે આંતરરાષ્ટ્રીય ટી20માં 11મી વખ્ત બન્યું છે જ્યારે હિટમેન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હોય. આ ફોર્મેટમાં કોઈપણ ભારતીય દ્વારા સૌથી શૂન્ય પર આઉટ થવાનો રોહિતે આ ન ગમતો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે આ અનિચ્છિનીય રેકોર્ડ 141 ઈનિંગમાં બનાવ્યો છે. આ યાદિમાં કે.એલ રાહુલ છે જે 68 ઈનિંગમાં પાંચ વખત શૂન્ય પર આઉટ થયો છે.

રોહિત 100 ટી20 જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો

રોહિત પ્રથમ ટી20 મેચમાં ભલે શૂન્ય રન પર આઉટ થયો હતો પણ તેણે એક પ્લેયર તરીકે જીતની સદી ફટકારી છે. રોહિત શર્મા મેન્સ T20 ક્રિકેટમાં 100 જીતેલી મેચનો હિસ્સો રહેનાર ઈતિહાસનો સૌપ્રથમ ખેલાડી બની ગયો છે. આ તેની 149મી મેચ હતી.  આ યાદિમાં બીજા સ્થાન પર પાકિસ્તાનનો શોએબ મલિક છે જેણે 86 મેચ જીતી છે. રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ 46 મેચ હારી છે, જ્યારે એક મેચ ટાઈ રહી હતી અને બે મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું. હિટમેને ટી20માં 3853 રન બનાવ્યા છે અને તેણે ચાર સદી પણ ફટકારી છે.

આ ભારતીય '100' T20 મેચ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો, '0' પર આઉટ થવાનો પણ બનાવ્યો રેકૉર્ડ 2 - image


Google NewsGoogle News