VIDEO : 'ભાઈ મેં બોલ રહા હૂં ના...' સરફરાઝની જીદ પર હિટમેન થયો રાજી અને મળી વિકેટ
Sarfaraz Khan India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પુણેમાં બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ ચૂકી છે. આજે બીજો દિવસ છે. અશ્વિને લંચ બ્રેક સુધીમાં બે વિકેટ ઝડપી લેતાં ન્યૂઝીલેન્ડ 2 વિકેટ પર 92 રન બનાવ્યા છે. અશ્વિને આ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં નવ ક્લિન બોલ્ડ કરી નવો રેકોર્ડ સર્જ્યો છે. પરંતુ આ મેચની બીજી વિકેટનો સંપૂર્ણ શ્રેય અશ્વિનને આપવો ખોટો છે. તેની આ સફળતામાં સરફરાઝ ખાનનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે.
સરફરાઝના દબાણથી વિકેટ મળી
મેદાનમાં વિલ યંગ અંગદ ધુઆંધાર બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે અશ્વિનનો બોલ તેના બેટની બહારના હિસ્સા પર વાગતાં પંતને કેચ મળ્યો હતો. પરંતુ પંત અને અન્ય ખેલાડીઓ મૂંઝવણમાં મુકાયા હતા કે, બેટનો બહારનો હિસ્સો બોલને અડ્યો છે કે નહીં, પરંતુ આ મામલે સરફરાઝ સંપૂર્ણપણે વિશ્વાસ ધરાવતો હતો અને તેણે કેપ્ટન રોહિત શર્માને જોર કર્યું કે, તે રિવ્યૂ લે. અંતે હિટમેનએ રિવ્યૂ લીધો અને નિર્ણય ભારતીય ટીમના પક્ષમાં આવ્યો.
આ પણ વાંચોઃ દુનિયાના 5 દિગ્ગજ બોલર જેમણે ટેસ્ટમાં સૌથી વધુ બેટર્સને કર્યા બોલ્ડ, જેમાં એક ભારતીય
વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર આ મેચનો નજારો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ કોહલી સહિત ટીમના અન્ય ખેલાડીઓ રિવ્યૂ લેવાના પક્ષમાં જોવા મળતા નથી. પરંતુ સરફરાઝ દબાણ કરે છે અને કહે છે કે, ભૈયા મેં બોલ રહા હૂં ના... સરફરાઝના વિશ્વાસને ધ્યાનમાં લેતાં રોહિત શર્મા રિવ્યૂનો નિર્ણય લે છે.
વિલ યંગ રન બનાવી શક્યો નહીં
ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલો વિલ યંગ પોતાનું બેટ ખોલી શક્યો નથી. એમ્પાયર તરફથી નોટ-આઉટ જાહેર કર્યા બાદ ભારતીય ટીમે લીધેલા રિવ્યૂમાં તે આઉટ થયો. તેણે ટીમ માટે 45 બોલમાં 18 જ રન બનાવ્યા હતા. જેમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા.