કોહલી-બુમરાહ કે હાર્દિક નહીં પણ આ દિગ્ગજોને રોહિત શર્માએ T20 વર્લ્ડકપ જીતવાનો શ્રેય આપ્યો
Rohit Sharma: રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. ફાઇનલ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને 2007 પછી બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
T20 વર્લ્ડ કપ જીતની ઉજવણી હજુ પણ ચાલુ
T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યાને બે મહિના જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ આ જીતની ઉજવણી હજુ પૂરી થઈ નથી. કૅપ્ટન રોહિત શર્મા BCCI સેક્રેટરી સાથે ગઈકાલે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે વર્લ્ડ કપની ટ્રોફી લઈને ગયો હતો.
આ પણ વાંચો: યુટ્યુબ પર એન્ટ્રી કરતાં જ 1 કલાકમાં આ ખેલાડીએ બનાવ્યો મહારેકોર્ડ, પહેલી વખત થયું આવું
કોહલી-બુમરાહ કે હાર્દિક નહીં પણ આ દિગ્ગજોને આપ્યો જીતનો શ્રેય
CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સમાં મેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઑફ ધ યર તરીકે નામાંકિત થયા બાદ બુધવારે રોહિત શર્માએ ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, સિલેકશન કમિટીના અધ્યક્ષ અજીત અગરકર અને અન્ય લોકોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, 'આ દિગ્ગજોએ ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન મેળવવાના પ્રયાસમાં સંપૂર્ણ સમર્થન આપ્યું છે, જેના કારણે ભારત T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીતી શક્યું છે.'
રોહિતે આ જીત સાથે T20 ફોર્મેટને વિદાય આપી
રોહિતની કપ્તાની હેઠળ, ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને જૂનમાં ICC T20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો. 2007 પછી ભારતની આ બીજી T20 વર્લ્ડ કપ જીત હતી અને રોહિતે આ જીત સાથે T20 ફોર્મેટને વિદાય આપી હતી.
પરિણામોની ચિંતા કર્યા વગર ટીમ મુક્તપણે રમી શકે એવું વાતાવરણ આપવું
CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સમાં મેલ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઑફ ધ યર જાહેર થયા બાદ રોહિતે કહ્યું, 'મારું સપનું હતું કે ટીમને એવું વાતાવરણ આપું કે તે પરિણામોની ચિંતા કર્યા વગર મુક્તપણે રમી શકે.' જેમાં માટે આ દિગ્ગજોએ મને ઘણી મદદ કરી છે.'
રોહિતે વધુમાં કહ્યું કે, 'મેં જે કર્યું તે કરી શકવા માટે સક્ષમ બનવું મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું અને અલબત્ત અલગ-અલગ સમયે આવેલા અને ટીમનનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરનાર ખેલાડીઓને પણ ભૂલવા ન જોઈએ. T20 વર્લ્ડ કપ જીતવો એ એવો અહેસાસ હતો જે દરરોજ નથી આવતો. આ એવી વસ્તુ હતી જેની આપણે બધા અપેક્ષા કરતા હતા. જ્યારે અમે વર્લ્ડ કપ જીત્યો, ત્યારે દરેક વ્યક્તિ માટે તે ક્ષણનો આનંદ માણવો મહત્ત્વપૂર્ણ હતો, જે અમે ખૂબ જ સારી રીતે કર્યું અને દેશના લોકોનો પણ આભાર કે જેમણે અમારી સાથે ઉજવણી કરી.'