Get The App

'સૂર્યાએ કેચ છોડ્યો હોત તો હું તેને ટીમમાંથી કાઢી મૂકત...' હિટમેન આ શું બોલી ગયો?

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
Maharashtra CM Eknath Shinde Rohit Sharma at Mumbai after T20 world cup win
Image : IANS

Rohit Sharma: ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પોતાની મસ્તી માટે જાણીતો છે, તે ઘણીવાર ટીમના ખેલાડીઓ સાથે મજાક કરતો હોય છે. T20 વર્લ્ડ કપની જીત બાદ હિટમેન અલગ મૂડમાં જ છે. રોહિત જોરશોરથી ઉજવણી કરી રહ્યો છે અને ખેલાડીઓ સાથે ખૂબ જ મસ્તી કરી રહ્યો છે. ત્યારે T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા હોવાથી BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે વિધાન ભવનમાં મહારાષ્ટ્રના ખેલાડીનો સન્માન સમારંભ રાખ્યો હતો. જેમાં રોહિત શર્માએ સૂર્યના કેચ અંગે એવી વાત કહી સૌ કોઈ ચોંકી ગયા હતા.

મહારાષ્ટ્રના 4 ખેલાડી ચેમ્પિયન બનેલી ટીમમાં હતા

મહારાષ્ટ્ર સરકારના સન્માન સમારંભ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મજાક કરતાં સૂર્યકુમારે (Suryakumar) આખરી ઓવરમાં ઝડપેલા મીલરના કેચ અંગે કહ્યું કે, 'બોલ જાણે તેના હાથમાં આવીને અટકી ગયો હતો. જો તે વખતે બોલ સૂર્યના હાથમાં આવ્યો ન હોત તો હું તેને આગામી મેચોમાં બહાર બેસાડી દેવાનો હતો.' T-20 વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમમાં સામેલ કેપ્ટન રોહિત શર્માની સાથે સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ તેમજ શિવમ દુબે એમ 4 ક્રિકેટરો મુંબઈના હતા. 

આ પણ વાંચો : આગામી T20 વર્લ્ડકપની તૈયારી શરૂ, 12 ટીમને મળી ડાયરેક્ટ એન્ટ્રી, બે દેશમાં થશે આયોજન

BCCIએ આખી ટીમને ઈનામ આપ્યું

મહારાષ્ટ્ર સરકારે આ ખેલાડી માટે ખાસ સન્માન સમારંભ રાખ્યો હતો અને ચારેય ખેલાડીઓને રૂપિયા 11-11 કરોડ આપવાની જાહેરાત કરી હતી. ICCએ T-20ની વર્લ્ડચેમ્પિયન ટીમને રૂપિયા 20 કરોડનું રોકડ ઈનામ આપ્યું હતુ. ત્યાર બાદ BCCIએ આખી ટીમને કુલ 125 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી.

'સૂર્યાએ કેચ છોડ્યો હોત તો હું તેને ટીમમાંથી કાઢી મૂકત...' હિટમેન આ શું બોલી ગયો? 2 - image


Google NewsGoogle News