VIDEO: મેરે કો કયા દેખ રહા હૈ! સબ મૈં કરું તેરે લિયે? રોહિત શર્માની બૂમો સ્ટંપ માઇકમાં પકડાઈ ગઈ

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
ROHIT SHARMA IND VS SL


IND vs SL: આજે ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે સિરીઝની પહેલી મેચ કોલંબોમાં રમાઈ હતી. આ મેચમાં એક એવી ઘટના બની હતી જેણે ફરીથી રોહિત શર્માના મેદાન પરના રમૂજી અંદાજનો પુરાવો આપ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રોહિત શર્માએ વોશિંગ્ટન સુંદરને બૂમ પાડીને કહ્યું હતું કે તારા માટે બધુ હું જ કરું? આ અવાજ સ્ટંપ માઇકમાં પકડાઈ ગયો હતો. 

વોશિંગ્ટન સુંદર બોલિંગ કરી રહ્યો હતો ત્યારે એક બોલ બેટરના પગને વાગ્યો હોય એવું લાગી રહ્યું હતું. વિકેટકીપર લોકેશ રાહુલ અને સ્લીપમાં ઉભેલા કૅપ્ટન રોહિત શર્માએ જોરદાર અપીલ પણ કરી હતી. પરંતુ બોલર સહિત કોઈને સમજાયું નહોતું કે ખરેખર આઉટ માટે માંગ કરવી જોઈએ કે નહીં. ત્યારે વોશિંગ્ટન સુંદરે કૅપ્ટન રોહિત શર્મા સામે આશાની નજરે જોયું હતું અને પૂછ્યું હતું કે આઉટ છે કે નહીં. 

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં દેખાય છે કે શરુઆતમાં જ રોહિત શર્માએ પોતાને જાણ ન હોવાનું કહ્યું હતું. તે કન્ફ્યુઝનમાં દેખાતો હતો. ત્યાર બાદ તેણે વોશિંગ્ટન સુંદરને કહ્યું હતું કે, 'શું? મને શું જોવે છે? બધું હું જ કરું તારા માટે? આ વીડિયોમાં દેખાય છે એ પ્રમાણે કોમેન્ટેટર્સ પણ આ ઘટના જોઈ હસી પડ્યા હતા. 

શ્રીલંકા સામેની આ વન-ડે સિરીઝમાં કે. એલ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓની વનડે ટીમમાં વાપસી થઈ છે. આ વનડે સિરીઝ દરમિયાન બે વિકેટકીપર ભારતીય ટીમ પાસે ઉપલબ્ધ છે. જેમાં રિષભ પંત અને કે. એલ રાહુલનો સમાવેશ થાય છે. 


Google NewsGoogle News