Get The App

'જાણે હું ફરી જીવીત થયો...' ટીમ ઈન્ડિયાનો હિટમેન વર્લ્ડકપને યાદ કરી ભાવુક થયો, કહી દિલની વાત

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
rohit sharma


Rohit Sharma: ભારતીય વનડે અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માએ 3 ઓક્ટોબરે ટી20 વર્લ્ડ કપની ક્ષણ ફરી યાદ કરી હતી. રોહિતે ગુરુવારે વ્યક્ત કર્યું હતું કે, '2023 ODI વર્લ્ડ કપમાં દસ મેચ જીતીને ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ  ICC T20 વર્લ્ડ કપની જીતથી મને વ્યક્તિગત રીતે મળી છે.'

રોહિત શર્માએ કર્યું ક્રિકેટ એકેડમીનું લોન્ચિંગ

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કરજતના રાશિનમાં પોતાની ક્રિકેટ એકેડમીના લોન્ચિંગ કર્યું હતું. આ દરમિયાન બેટરે એક રસપ્રદ નિવેદન આપ્યું હતું. આ ઇવેન્ટ દરમિયાન રોહિતે 11 વર્ષના લાંબા સમયગાળા બાદ ICC ટ્રોફી જીતવાની ખુશીને લઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.

જાણે હું ફરી જીવીત થયો: રોહિત 

લાગણી વ્યક્ત કરતા કેપ્ટને કહ્યું હતું કે, 'અમારો મુખ્ય ઉદ્દેશ્ય વર્લ્ડ કપ જીતવાનો હતો. વર્લ્ડ કપ જીત્યા બાદ જાણે હું ફરી જીવીત થયો એવું લાગી રહ્યું છે.'

રોહિતે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રોહિત પવારની હાજરીમાં પ્રશંસકોને સંબોધિત કર્યા. એકેડમીના ઉદ્ઘાટન પર હિટમેને કહ્યું, 'હું હવે આ નવી એકેડમી ખોલી રહ્યો છું. હું ખાતરી આપી શકું છું કે આગામી શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને જસપ્રિત બુમરાહ અહીંથી ઉભરી આવશે.'

આ પણ વાંચો: તાવ આવતો હોવા છતાં મેદાનમાં ઉતર્યો ભારતનો આ સ્ટાર ખેલાડી, આઉટ થયા બાદ થવું પડ્યું હોસ્પિટલમાં દાખલ

રોહિત સૌથી વધુ રન બનાવનાર બીજા નંબરનો બેટર 

રોહિતે આઠ મેચોમાં 156થી વધુની સ્ટ્રાઈક રેટથી 257 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર 92 હતો અને તે ત્રણ ફિફ્ટી સાથે બીજા નંબરનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.

રોહિતે ડબલ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન તરીકે ગેમના સૌથી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી અને 2007માં ઉભરતા યુવા ખેલાડી તરીકે ખિતાબ જીત્યો હતો. 151 T20I મેચોમાં, રોહિતે 140 થી વધુની સ્ટ્રાઈક રેટથી 4,231 રન બનાવ્યા છે. તેણે તેની કારકિર્દીમાં પાંચ સેન્ચુરી અને 32 ફિફ્ટી ફટકારી હતી, જેમાં તેનો બેસ્ટ સ્કોર 121* હતો. રોહિત આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર પણ છે.

'જાણે હું ફરી જીવીત થયો...' ટીમ ઈન્ડિયાનો હિટમેન વર્લ્ડકપને યાદ કરી ભાવુક થયો, કહી દિલની વાત 2 - image


Google NewsGoogle News