Get The App

એ તો તમને મારી બીજી પત્ની જ કહે છે... રોહિત શર્માએ રાહુલ દ્રવિડ માટે લખેલી ઈમોશનલ પોસ્ટમાં જુઓ શું કહ્યું

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
rohit sharma rahul dravid virat kohli


ભારતીય ક્રિકેટ ટીમના T20 વર્લ્ડકપ જીતવા સાથે ટીમ ઈન્ડિયાના ક્રિકેટ ઇતિહાસમાં એક યુગનો અંત આવ્યો હતો. સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય T20માંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તો બીજી તરફ 'ધ-વોલ' કોચ રાહુલ દ્રવિડે પણ કોચપદેથી વિદાય લીધી છે. 

છેલ્લા ઘણા સમયથી ટીમને ICC ટુર્નામેન્ટમાં વિજય અપાવવા મહેનત કરી રહેલી રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જોડીને આખરે પરિણામ મળ્યું હતું. હવે રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર ભાવુક કરી મૂકે એવી પોસ્ટ મૂકી છે. 

રોહિત શર્માએ દ્રવિડ સાથે ફોટોઝ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'તમે આ રમતના એક મજબૂત આધારસ્તંભ છો. પરંતુ તમે તમારી બધી જ સિદ્ધિ છોડીને કોચ તરીકે આવ્યા. એટલું જ નહીં તમે અમારા સ્તરે આવીને અમને સહજ લાગે તે રીતે અમને જે યોગ્ય લાગે તે તમને કહી શકાય એવું વર્તન પણ કર્યું. આ તમારી ભેટ છે. આ તમારો રમત માટેનો પ્રેમ અને સારી ભાવના દર્શાવે છે.'

મારી પત્ની તો તમને મારી 'વર્ક વાઈફ' જ કહે છે

રોહિતે મજાક કરતાં આ પોસ્ટમાં લખ્યું હતું કે, 'હું તમારામાંથી ઘણું શીખ્યો છું. મને તમારી સાથે વિતાવેલી દરેક સ્મૃતિઓ યાદ રહેશો. મારી પત્ની તો તમને મારી 'વર્ક વાઈફ' (નોકરીની પત્ની) જ કહે છે. તમારી સિદ્ધિઓમાં આ એકમાત્ર વસ્તુ ખૂટતી હતી અને હું ખુશ છું કે આપણે સાથે મળીને એ મેળવી શક્યા છીએ. રાહુલ ભાઈ! હું ભાગ્યશાળી છું કે તમને મારા આત્મવિશ્વાસુ કોચ અને મિત્ર કહી શકું છું.' 

ટીમ ઈન્ડિયાને આ જોડીની ખોટ સાલસે એ તો નક્કી છે. BCCI દ્વારા નવા હેડ કોચની જાહેરાત કરવાની બાકી છે પરંતુ ગૌતમ ગંભીરનું નામ નક્કી માનવામાં આવે છે.


Google NewsGoogle News