Get The App

‘ટેસ્ટમાં તેવા લોકોને રમાડવાનો શું ફાયદો….’ રોહિત શર્માએ કયા ખેલાડીને માર્યો ટોણો?

રાંચી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું

ભારતે ટેસ્ટ સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
‘ટેસ્ટમાં તેવા લોકોને રમાડવાનો શું ફાયદો….’ રોહિત શર્માએ કયા ખેલાડીને માર્યો ટોણો? 1 - image
Image:Social Media

Rohit Sharma, IND vs ENG 4th Test : ભારત અને ઇંગ્લેન્ડવચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં મોટું નિવેદન આપ્યું હતું. યશસ્વી, ધ્રુવ જુરેલ, સરફરાઝ અને રજત પાટીદાર જેવા યુવા ખેલાડીઓના વખાણ કરતા રોહિત શર્માએ કહ્યું કે, “જે ખેલાડીઓ કોઈપણ મહેનત વિના રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેઓએ સમજવું જોઈએ કે આ ફોર્મેટમાં 'સફળતાની ભૂખ' ધરાવતા ખેલાડીઓને જ સ્થાન મળશે.”

રોહિતે કિશન અને અય્યરને માર્યો ટોણો!

ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ જીત્યા બાદ રોહિતે સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, યશસ્વી જયસ્વાલ અને આકાશ દીપ જેવા ઉભરતા ખેલાડીઓની પ્રશંસા કરી હતી. આ યુવા ખેલાડીઓની ભાગીદારીથી રોહિત ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. રોહિતે મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “જે ખેલાડીઓને સફળતાની ભૂખ છે અમે માત્ર તેવા લોકોને જ તક આપીશું. જો તેઓ ભૂખ્યા ન હોય તો તેમને રમાડવાનો કોઈ અર્થ નથી.” રોહિતના આ નિવેદનને ઈશાન કિશન અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ માટે ટોણો ગણવામાં આવી રહ્યો છે જે ડોમેસ્ટિક ક્રિકેટથી દૂર છે.

ઇશાન અને અય્યરે કરી હતી BCCIના આદેશની અવગણના

રોહિતનું આ નિવેદન BCCIના આદેશ બાદ આવ્યું છે જેમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને રણજી ટ્રોફી મેચમાં રમવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ બંનેએ તેની અવગણના કરી હતી. રોહિતે કહ્યું, “મેં અહીં ટીમમાં એવો કોઈ ખેલાડી જોયો નથી જે સફળતા માટે ભૂખ્યો ન હોય. જે છોકરાઓ અહીં છે અને જેઓ નથી તેઓ બધા રમવા માંગે છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તમને બહુ ઓછી તકો મળે છે. જો તમે તેનો લાભ ન ​​લો, તો તે જતી રહેશે."

ટેસ્ટ સૌથી મુશ્કેલ ફોર્મેટ છે - રોહિત શર્મા

ઈશાન કિશન રણજી ટ્રોફીમાં તેના રાજ્ય ઝારખંડ માટે રમ્યો ન હતો પરંતુ તે આવતા મહિને યોજાનારી IPL પહેલા બરોડામાં તેના મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આકર્ષક લીગ યુવા ખેલાડીઓમાં ટેસ્ટ ક્રિકેટ રમવાની ઈચ્છાને અસર કરી રહી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા રોહિતે કહ્યું, “ટેસ્ટ ક્રિકેટ સૌથી મુશ્કેલ ફોર્મેટ છે. જો તમારે આ ફોર્મેટમાં શ્રેષ્ઠતા અને સફળતા હાંસલ કરવી હોય તો તમારે તે માટે જૂસ્સો બતાવવો પડશે.” 

‘ટેસ્ટમાં તેવા લોકોને રમાડવાનો શું ફાયદો….’ રોહિત શર્માએ કયા ખેલાડીને માર્યો ટોણો? 2 - image


Google NewsGoogle News