Get The App

રોહિત શર્માએ ઓપનિંગ ન કરવી જોઈએ: સ્ટાર ગુજરાતી ખેલાડીનું વિસ્ફોટક નિવેદન

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
Cheteshwar Pujara and Rohit Sharma


Cheteshwar Pujara On Rohit Sharma : રોહિત શર્માની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે અને હવે તે એડિલેડ ટેસ્ટ રમવા માટે પૂરી રીતે તૈયાર છે. પહેલી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે ઓપનિંગ કરી હતી અને બંને ખેલાડીઓએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેવામાં હવે રોહિતની વાપસી બાદ આ કોમ્બિનેશનમાં છેડછાડ કરાશે? અથવા તો રોહિત કોઈ નવી બેટિંગ પોઝિશનમાં રમશે? આ સવાલનો જવાબ એડિલેડ ટેસ્ટની પહેલી મળશે. આ દરમિયાન બોર્ડર ગાવસ્કર ટ્રોફી પર ઓસ્ટ્રેલિયાને સૌથી વધુ હેરાન કરનાર બેટર ચેતેશ્વર પુજારાએ રોહિત શર્માને લઈને વિસ્ફોટક નિવેદન આપ્યું છે. 

પુજારાએ શું કહ્યું?

પુજારાએ જણાવ્યું કે, 'મને લાગે છે કે કોઈ કારણોસર આપણે પહેલી ટેસ્ટમાં બેટિંગ ઓર્ડરની સાથે જઈએ તો સારુ રહેશે. રોહિત શર્માને નંબર 3 પર રમવું જોઈએ અને શુભમન ગીલને નંબર 5 પર આવવું જોઈએ. જો રોહિત ઓપનિંગ કરવા ઈચ્છે છે તો કેએલ 3 નંબર પર રમી શકે છે. આ ઉપરાંત, બીજું કોઈ કોમ્બિનેશન બરાબર નહીં રહે. મને લાગે છે કે, રાહુલને ટોપ ઓર્ડર પર જ બેટિંગ કરવી જોઈએ.'

ગીલ અને રોહિતને અલગ પોઝિશન પર રાખી શકાય 

તમને જણાવી દઈએ કે, શુભમન ગીલના હાથે ઈજા પહોંચતા તે પહેલી ટેસ્ટ ચૂંકી ગયો હતો. જેમાં ગીલ ટ્રેનિંગમાં ઉતર્યો હતો. તેવામાં પુજારાએ કહ્યું કે, 'મને લાગે છે કે, તેમની પોઝિશન નંબર 5 પર સેટ થઈ શકે છે. જો ટીમ ઈન્ડિયાની શરૂઆતમાં વિકેટ જાય છે તો આ પછી ગીલ સારી રીતે રમી શકશે.'

આ પણ વાંચો : 6,0,6,6,4,6... હાર્દિક પંડ્યાએ ફરી તોફાન મચાવ્યું, એક ઓવરમાં ફટકાર્યા 28 રન, જુઓ VIDEO

પુજારાએ કહ્યું કે, 'ગીલ નેચરલ રમત રમી શકે છે. જો આપણે પહેલી ત્રણ વિકેટ ગુમાવી દીધી તો ગીલ આવશે અને પછી પંતની સાથે મળીને જૂના બોલ પર જબરદસ્ત રીતે રમી શકે છે. ગીલે તેના કરિયરની શરૂઆત ટોપ ઓર્ડરમાં કરી હતી. આ પછી તે નંબર 3 પર આવ્યો. ટોપ ઓર્ડરમાં જે ફોર્મમાં રાહુલ છે, તેવામાં ગીલ અને રોહિતને અલગ-અલગ પોઝિશનમાં રમાડવામાં આવી શકે છે. '


Google NewsGoogle News